જા આ વખતે આઇપીલએની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે તો મોટો રેકોર્ડ બની જશેઃ નેસ વાડિયા
મુંબઈ,
કોરોના વાયરસને પગલે ઇન્ડયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ અનિશ્ચિત મુદત માટે મુલતવી ભલે રખાઈ હોય પરંતુ હવે તેના આયોજનની વધી રહી છે. આઇપીએલની ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબના માલિક નેસ વાડિયાનું માનવું છે કે જા આ વખતે આઇપીલએની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે તો મોટો રેકોર્ડ બની જશે. હકીકતમાં નેસ વાડિયાનો સંકેત પ્રેક્ષકો તરફ છે. તેમના મતે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટપ્રેમીઓએ મેચો નિહાળી નથી. હવે ખાલી સ્ટેડિયમમાં મેચ રમાશે તો ટીવી પર તેનુ પ્રસારણ નિહાળવા માટે રમતપ્રેમીઓ આતુર હશે.
આમ તેની સંખ્યા અગાઉ કરતાં ઘણી વધી જવાની સંભાવના છે.બીસીસીઆઈ આ ટુર્નામેન્ટ ગમે તેમ કરીને યોજવા માગે છે. પછી તે ખાલી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે, કુલ મેચોની સંખ્યા ઘટી શકે છે કે ભારતમાં અથવા વિદેશમાં રમાય છે તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. નસ વાડિયાએ જણાવ્યું હતું કે ૧૬ ટીમના ટી૨૦ વર્લ્ડ કપને લઈને પણ જાખમ છે તો આઇપીએલના આયોજન સામે પણ જાખમ છે. આઇપીએલ યોજવી એકદમ સરળ તો નથી જ. તેનું આયોજન એવી જગ્યાએ થવું જાઇએ જ્યાં મેદાન પર અને મેદાનની બહાર યોગ્ય માળખાગત સવલતો ઉપલબ્ધ હોય. બીસીસીઆઈ આ વર્ષે કોઈ પણ ભોગે આઇપીએલ યોજવા માગે છે અને તે માટે તે સપ્ટેમ્બરથી નવેમ્બરની તારીખો અંગે વિચારણા કરી છે.