ક્રિકેટર શાકિબે તેની બેસ્ટ આઈપીએલ ટીમમાં ગંભીરને બનાવ્યો કેપ્ટન

Sports
Sports

નવી દિલ્હી,
બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પોતાને મૂર્ખ ગણાવ્યો છે. આ ઓલરાઉન્ડરને હવે એ વાતનો પછતાવો થઈ રહ્યો છે કે તેણે ભારતીય બુકી દ્વારા સંપર્ક કરવાની માહિતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સલને ન આપી. જેના કારણે તેણે એક વર્ષના પ્રતિબંધનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે શાકિબ પર બે વર્ષનો પ્રતિબંધ છે જેમાં એક વર્ષનો સ્થગિત પ્રતિબંધ છે. મીડિયા રિપોર્ટ મુજબ ઇન્ડયન પ્રીમિયર લીગ ની એક ટુર્નામેન્ટ દરમિયાન કથિત ભારતીય બુકી દીપક અગ્રવાલના ભ્રષ્ટ સંપર્ક કરવાની માહિતી છુપાવવાને બદલે શાકિબ પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
શાકિબ અલ હસને તેની બેસ્ટ આઈપીએલ ટીમની પસંદગી કરી જેમાં ટીમ ઈન્ડયાના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્‌સમેન અને આઈપીએલ ફ્રેન્ચાઇઝી કેકેઆરના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરને ટીમનો કેપ્ટન બનાવ્યો. જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમએસ ધોની જેવા ખેલાડીઓને ટીમમાંથી બહાર રાખ્યા. શાકિબે તેની બેસ્ટ આઈપીએલ ટીમમાં ઓપનિંગ બેટ્‌સમેન તરીકે ડેવિડ વોર્નર અને રોબિન ઉથપ્પાની પસંદગી કરી. જ્યારે ગૌમત ગંભીરને ત્રીજા અને પોતાને ચોથા સ્થાને રાખ્યો. ઉપરાંત ટીમમાં યુસુફ પઠાણ, આન્દ્રે રસેલને પણ સ્થાન આપ્યું. બોલર તરીકે સુનિલ નરેન, ભુવનેશ્વર કુમાર, લક્ષ્મીપતિ બાલાજી અને ઉમેશ યાદવની પસંદગી કરી.
શાકિબની આઈપીએલ ટીમઃ- ડેવિડ વોર્નર, રોબિન ઉથપ્પા, ગૌતમ ગંભીર (કેપ્ટન), મનીષ પાંડે, શાકિબ અલ હસન, યુસુફ પઠાણ, આન્દ્રે રસેલ, સુનિલ નરેન, ભુવનેશ્વર કુમાર, લક્ષ્મીપતિ બાલાજી, ઉમેશ યાદવ.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.