ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર કોરોના પોઝિટિવ!

Sports
Sports

ઇસ્લામાબાદ,
ખતરનાક કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે અને ક્રિકેટ જગતમાં પણ આનાથી સંક્રમિત ખેલાડીઓ સામે આવી રહ્યાં છે. હવે પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝ માટે રવાના થવાના હતા.
પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે આની પુષ્ટ કરી. પીસીબી અનુસાર, પાકિસ્તાનના ક્રિકેટર શાદાબ ખાન, હારિસ રઉઉ અને હૈદર અલી કોરોના વાયરસ પોઝિટિવ નોંધાયા છે. પીસીબીએ એક નિવેદનમાં , ‘પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હૈદર અલી, હારિસ રઉફ અને શાદાબ ખાનના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટ કરી છે. કોવિડ-૧૯ માટે તેમના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.’
ત્રણ ક્રિકેટર્સને હવે સેલ્ફ-આઈસોલેશનમાં રહેવું પડશે. બોર્ડે, ‘પાકિસ્તાનની નેશનલ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થતા પહેલા રવિવારે રાવલપિંડીમાં કોરોના ટેસ્ટ કરાવવા સુધી ખેલાડીઓમાં આ વાયરસથી સંક્રમિત હોવાના કોઈ લક્ષણ દેખાયા નહોતા.’
બોર્ડે કે, પીસીબીની મેડિકલ પેનલ તે ત્રણેય ખેલાડીઓના સંપર્કમાં જેમને તરત સેલ્ફ-આઈસોલેશનમાં જવાની સલાહ આપવામાં આવી છે. આ જ મહિના શરૂઆતમાં પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ આ ખતરનાક વાયરસથી સંક્રમિત નોંધાયો હતો.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.