આઈપીએલમાં વીવોને વિવાદ શરૂ થતા આવતા સપ્તાહે બીસીસીઆઈની ખાસ બેઠક

Sports
Sports

નવી દિલ્હી,
લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીની દળો વચ્ચેના ઘર્ષણને કારણે અને તેમાં ભારતના ૨૦ જવાનોની શહીદી બાદ ભારતમાં ચીની પ્રોડક્ટનો વિરોધ થઈ રહ્યો છે. આ જાતાં ભારતીય ક્રિકેટ બોર્ડ સામે પણ આંગળી ચીંધવામાં આવી રહી છે. ભારતની ધનાઢ્ય લીગ આઇપીએલના મેઇન સ્પોન્સર ચીની કંપની વિવો છે અને તેના થકી બીસીસીઆઈને હજારો કરોડ રૂપિયા મળી રહ્યા છે. હવે આ મામલે વિરોધ વધી જતાં બીસીસીઆઈએ આગામી સપ્તાહમાં એક બેઠક યોજવાનો નિર્ણય લીધો છે.
આઇપીએલના સત્તાવાર ટ્‌વટર એકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે ભારતીય આર્મીના જવાનોની શહીદી બાદ જે રીતે ચીની પ્રોડક્ટનો વિરોધ થઈ રહ્યો છે તે જાતાં બોર્ડે આઇપીએલની ગવ‹નગ કાઉન્સલની એક બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં આઇપીએલના સ્પોન્સરશિપ કરારને લઈને ચર્ચા કરાશે અને તેની સમીક્ષા થશે. અગાઉ બોર્ડના ટ્રેઝરર અરુણ ધુમાલે જાહેર કર્યું હતું કે ચીની સ્પોન્સર્સથી ભારતને ફાયદો થાય છે ચીનને નહીં. આખરે ભારતમાં કરોડો રૂપિયા આવી રહ્યા છે અને તેમાંથી અમે સરકારને ૪૧ ટકા ટેક્સ આપીએ છીએ. આમ આવક ભારતમાં જ રહે છે. માત્ર વિવો જ નહીં પરંતુ અન્ય ચીની કંપનીઓ પણ સીધી કે આડકતરી રીતે બીસીસીઆઈ સાથે સંકળાયેલી છે. વિવો દ્વારા બોર્ડને દર વર્ષે ૪૪૦ કરોડ અને પાંચ વર્ષમાં ૨૨૦૦ કરોડ રૂપિયા મળે છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.