ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત જગવિખ્યાત યાત્રાધામ અંબાજી શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ છે. આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ છે. હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી પર્વ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. ભક્તો મંદિરના શિખર પર ધજા અર્પણ કરી માતાજીની વિશેષ આરાધના કરી રહ્યા છે. માન્યતા છે કે ચૈત્રી નવરાત્રીમાં ધજા અર્પણથી માતાજી પ્રસન્ન થાય છે. ધજા અર્પણની પ્રક્રિયામાં ભક્તોએ પ્રથમ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરીમાં ધજાની પાવતી બુક કરાવવી પડે છે. ત્યારબાદ મંદિરના પૂજારી દ્વારા વિધિવત પૂજન કરાવીને શિખર પર ધજા ચઢાવવામાં આવે છે. નવરાત્રી પર્વના પ્રથમ દિવસથી ચોથા દિવસ બપોર સુધીમાં લગભગ 250 જેટલી ધજાઓ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવી છે. આ દરમિયાન બોલિવૂડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર ઉત્તમ અગ્રવાલે પણ પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કર્યા હતા.

- April 3, 2025
0
63
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next