પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તેના તાબાની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા પાટણ જિલ્લા તથા તાલુકાની તમામ કોર્ટોમાં ચેરમેન-વ-મુખ્ય જિલ્લા ન્યાયધીશ પ્રશાંત એચ.શેઠના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ લોક અદાલતનો લાભ જિલ્લાના તમામ પક્ષકારો ને મળી રહે તે હેતુસર આ લોક અદાલતમાં સામાધાન નેગોશીએ બલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો,મેટ્રોમોનીએલને લગતા કેસો, દિવાની કેસો,એમ.એ.સી.ટી.ના વળતરને લગતા કેસો.એલ.એ.આર.ને લગતા કેસો વિગરે સામાધાનને લાયક તમામ પ્રકારના સમાધાનના કેસો આ સ્પેશ્યલ લોક અદાલતમાં મુકવા માંગતા હોય, તેવા લોકોએ પોતે કે પોતાના વકીલઓ મારફત જે તે સંબંધીત પોતાના કેસો મુકી શકે છે અને તેના માટે તેમણે સબંધીત જિલ્લાની કોર્ટો કે તાલુકાની કોર્ટોના સંપર્ક કરવા સેક્રેટરી પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સેક્રેટીવ મેજિસ્ટ્રેટ આર.એ.નાગોરીએ જણાવ્યું છે.