ઉનાળામાં રોજિંદા પાણીના સેવનની પૂર્તિ માટે તરબૂચનું સેવન શ્રેષ્ઠ વિકલ્પ; ઉનાળાની સીઝનમાં સૂર્ય નારાયણ ધીમેધીમે તપવા લાગતા લોકો ગરમીનો અહેસાસ કરવા લાગ્યા છે. તેથી ગરમીથી રાહત મેળવવા લોકો અવનવા નુસ્ખા અપનાવે છે. પણ તેમાં ઠંડક આપતા ઉનાળુ ફળોનો નુસ્ખો કારગત નિવડે છે. તેમાં પણ તરોતાજા તરબૂચની વિશેષ માંગ રહે છે. કારણ તરબૂચ ગરમીથી રાહત આપવા સાથે સ્થૂળતા ઘટાડવામાં અસરકારક રીતે કામ કરે છે. તરબૂચમાં પાણી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આનાથી પેટ ઝડપથી ભરાય છે અને શરીરમાં ખૂબ જ ઓછી કેલરીનો વપરાશ થાય છે. પાણીથી ભરપૂર હોવાથી તરબૂચ શરીરને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે. જે લોકોને અતિશય આહાર અને જંક ફૂડની લાલસાથી બચાવે છે. જેને લઈ જિલ્લાની બજારોમાં તરબૂચનું આગમન થઈ ગયું છે. જેમાં સ્ટોલ સાથે કેટલાક ખેડૂતો ખેતરમાં પકવેલ તરબૂચ વાહન દ્વારા ડાયરેક લોકોને વેચાણ કરતા પણ જોવા મળે છે. જ્યારે ખેતરોમાં પણ તરબૂચના ઢગ નજરે પડી રહ્યાં છે.

- March 23, 2025
0
113
Less than a minute
You can share this post!
editor