શક્તિપીઠ અંબાજી મંદિરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાત્રે દર્શન કર્યા. અંબાજી મંદિર ટ્રસ્ટે તેમનું વિશેષ સ્વાગત કર્યું હતું. વિધાનસભા અધ્યક્ષે માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી. તેમણે રાજ્યના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. મંદિરના ભટજી મહારાજે શંકરભાઈને તિલક કરી, માતાજીની ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા અંબાજી મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે. શંકરભાઈએ સિદ્ધિવિનાયક મંદિરના પણ દર્શન કર્યા. આ પ્રસંગે અંબાજી ભાજપ મંડળના કાર્યકરો હાજર રહ્યા હતા.

- May 18, 2025
0
215
Less than a minute
You can share this post!
editor