અમીરગઢ પગાર કેન્દ્ર શાળામાં ચકલીઓના માળા બાંધવામાં આવ્યા હતા

અમીરગઢ પગાર કેન્દ્ર શાળામાં ચકલીઓના માળા બાંધવામાં આવ્યા હતા

લુપ્ત થતી ચકલીઓને બચાવવા કદાચ છેલ્લો પ્રયત્ન

આવનારા સમયમાં પેઠીઓ ચકલી પણ ફોટો અને દેશીહિસાબમાં જોશે; હાલમાં પૃથ્વી પર કેટલાંય પશુ, પક્ષીઓ લુપ્તતાના આરે છે એમાં આપણે સૌ પ્રથમ જોઈએ તો ઘર આંગણાંનું પક્ષી ચકલી, છેલ્લાં ઘણાં સમયથી દેશી ચકલીઓ લુપ્ત થઈ ગઈ છે ગામડાઓમાં પણ હવે દેશી ચકલીઓ નહીવત પ્રમાણમાં છે જેમા કેટલાય કારણો જવાબદાર છે મોં ના અલ્ટ્રાવાઇલેટ કિરણો જેના કારણે ચકલી, પલોટ, ખિસકોલી, જેવી પ્રજાતિઓ જોવા માટે પણ શેષ માત્ર રહી ગઈ છે વધતાં જતા વસ્તી વધવા વચ્ચે જંગલોનું પ્રમાણ ઓછું થવુ. અનિયમિત ઋતુઓ વગેરે જેવા ઘણા કારણો જવાબદાર છે. ત્યારે હમણાંજ ચકલી દિવસ ગયો ત્યારે લાગ્યું કે આ કદાચ ચકલીઓ બચવાના છેલ્લાં પ્રયત્નો છે જેમાં અમીરગઢ પ્રાઈમરીના બાળકો દ્રારા શાળાના આચાર્ય દુધાભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ તથા ભરતભાઈ પટેલના આયોજન હેઠળ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીનાં માળા શાળાની લાંબીમાં બાંધવામાં આવ્યા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *