દક્ષિણ આફ્રિકન ચેમ્પિયન્સ ટીમે ફાઇનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને 9 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું

દક્ષિણ આફ્રિકન ચેમ્પિયન્સ ટીમે ફાઇનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને 9 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું

એબી.ડી વિલિયર્સની મેચવિનિંગ સદી; ૪૧ વર્ષની ઉંમરે એબી.ડી વિલિયર્સ જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ૨૦૨૫ની ફાઇનલ મેચમાં, પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે ડી વિલિયર્સની શાનદાર અણનમ ૧૨૦ રનની મેચવિનિંગ ઇનિંગ જોવા મળી. આ મેચમાં, દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમને ટાઇટલ જીતવા માટે ૨૦ ઓવરમાં ૧૯૬ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેમણે ડી વિલિયર્સની શાનદાર ઇનિંગના આધારે ૧૬.૫ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

એબી ડી વિલિયર્સે ૬૦ બોલનો સામનો કર્યો અને અણનમ ૧૨૦ રન બનાવ્યા જેમાં ૧૨ ચોગ્ગા અને ૭ છગ્ગાનો સમાવેશ થાય છે. જેપી ડુમિનીની વાત કરીએ તો, તેણે ૨૮ બોલમાં અણનમ ૫૦ રન બનાવ્યા અને ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકારવામાં સફળ રહ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *