દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જીત્યું; એડન માર્કરમની સદી

દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જીત્યું; એડન માર્કરમની સદી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025માં નવો ઇતિહાસ; દક્ષિણ આફ્રિકાએ લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25નો ખિતાબ જીત્યો. આ રીતે, દક્ષિણ આફ્રિકા WTC ટાઇટલ જીતનાર ત્રીજી ટીમ બની છે. આ પહેલા ન્યુઝીલેન્ડ (2021) અને ઓસ્ટ્રેલિયા (2025) એ આ ટાઇટલ જીત્યું હતું. પ્રથમ ઇનિંગમાં ફક્ત 138 રનમાં ઓલઆઉટ થયેલા દક્ષિણ આફ્રિકાએ બીજા ઇનિંગમાં શાનદાર વાપસી કરી અને ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 282 રનના લક્ષ્યને પ્રાપ્ત કર્યું. દક્ષિણ આફ્રિકાની આ ઐતિહાસિક જીતમાં ઓપનર એડન માર્કરમે હત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમણે શાનદાર સદી ફટકારી હતી. માર્કરમ કેપ્ટન ટેમ્બા બાવુમાનો સંપૂર્ણ ટેકો મેળવ્યો હતો. જોકે, બાવુમા 66 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા પરંતુ ત્યાં સુધીમાં મેચ દક્ષિણ આફ્રિકાના પક્ષમાં ગઈ હતી.

WTC ફાઇનલ 2025 માં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 212 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં ફક્ત 138 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ 207 રન બનાવીને દક્ષિણ આફ્રિકા સામે 282 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે ચોથા દિવસે 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. એડન માર્કરમ 136 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ટેમ્બા બાવુમાએ 66 રન બનાવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *