નબળા સ્ટ્રક્ચરને કારણે પડતા પોલ અકસ્માત સર્જે તેવી ભીતિ; પાલનપુરમાં કમોસમી માવઠાને પગલે આબુ હાઇવે પર લાગેલા સોલર લાઈટના પોલ ધરાશાઈ થઈ ગયા હતા. જોકે, નબળા સ્ટ્રક્ચરને કારણે પડી જતા પોલ અકસ્માત સર્જે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે. ત્યારે તેને મજબૂત સ્ટ્રક્ચરમાં ફિટ કરવાની માંગ ઉઠી છે.
સામાન્ય વરસાદ અને નહિવત પવનમાં પણ અઠવાડિયા પહેલા જૂના RTO ના પૂલ જોડે થી ખેમાણા ગામ સુધી આબુ હાઇવે ઉપર લગાવેલ સોલર લાઈટના પોલ ધરાશાઈ થઈ ગયા હતા. એકદમ હલકીકક્ષાના સ્ટ્રક્ચરના કારણે પાંચ થી સાત પોલ નીચે પડી ગયા છે. પોલનું સ્ટ્રક્ચર મજબૂત અને સારું નહીં કરવામાં આવે તો આગામી ચોમાસામાં લગભગ બધા જ લાઈટના પોલ પડી જશે તેવું આ સ્ટ્રક્ચર ઉપર થી દેખાય છે. જુના આરટીઓ થી ટોલનાકા સુધીનો આબુ હાઈવે ખુબજ ટ્રાફિક વાળો હોવાથી ત્યાં લાઈટ ના પોલ અગર કોઈ વાહન ઉપર પડે તો ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવતા નવા પોલ નું સ્ટ્રક્ચર ફરીથી ભરવા અથવા મજબૂત કરવા પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ ફાઉન્ડેશનના પ્રમુખ ડાયાભાઇ પટેલ અને મંત્રી પરેશભાઈ પ્રજાપતિએ તંત્રને અનુરોધ કર્યો છે.