૩ પુરૂષ અને ૭ મહિલાઓ મળી કુલ ૧૦ લોકોની અટકાયત કરાઈ :૧ ફરાર પાટણ શહેરમાં રંગોલી ગેસ્ટ હાઉસમાં ગેસ્ટ હાઉસના ઓથા હેઠળ ચાલતા કુટણખાના ઉપર બાતમીના આધારે પાટણ એસઓજી ટીમે ત્રાટકી ૩ પુરુષો અને ૭ મહિલાઓ મળી કુલ ૧૦ લોકો ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓને જીલ્લામાં આવેલ ગેસ્ટ હાઉસોમાં ગેસ્ટ હાઉસોના ઓથા હેઠળ અનૈતિક દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનુ ધ્યાને આવેલ જે અનુસંધાને કડક અમલવારી કરવા આયોજન કરેલ હોઇ જેના પગલે પાટણ એસઓજી પીઆઈઆર.જી.ઉનાગર અને તેમની ટીમ દ્ધારા એક્શન પ્લાન બનાવી શહેરની હોટલોની ચેકીંગની કામગીરી હાથ ધરી હતી તે દરમ્યાન પાટણ પાલીકા બજાર પાસે આવતાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,મુસ્તાક ઇસ્માઇલભાઇ મુસલ્લા રહે.કિમ્બુવા તા.સરસ્વતી જિ પાટણવાળો પાલીકા બજારની સામે આવેલ દેવદર્શન કોમ્પલેક્ષના પાછળના ભાગે બીજા માળે રંગોલી ગેસ્ટ હાઉસ ચલાવે છે અને તે પોતાના ગેસ્ટ હાઉસના ઓથા હેઠળ દેહ વેપાર સારૂ બહારથી સ્ત્રીઓ લાવી ગ્રાહકો પાસેથી પૈસા મેળવી દેહ વ્યાપારનો ધંધો કરે કરાવે છે.
જેની તપાસ કરતાં હોટલના સંચાલક મુસ્તાક ઇસ્મા ઇલભાઇ હાજીભાઇ મુસલ્લા તથા વનીતાબેન જીતુભાઇનાઓ દેહ વેપારનો ધંધો કરાવતાં હતાં જેમાં કુલ-૦૭ મહિલાઓ અનૈતિક વેપાર અર્થે લાવેલ તથા ૦૩ પુરુષો કસ્ટમર તરીકે મળી આવેલ હોઇ તેઓના વિરૂધ્ધ અનૈતિક દેહ વેપાર અટકાવવાનો અધિનિયમ ૧૯૫૬ની કલમ-૩,૪,૫,૭, તથા બી.એન.એસ.કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ માટે પકડાયેલા આરોપીઓને મુદ્દામાલ સાથે બી ડીવી. પો.સ્ટે. સોપવામાં આવેલ છે. પાટણ એસઓજી ટીમે ઓચિંતો છાપો મારતા કચ્છ નો રહેવાસી રફીક નામનો ઈસમ ફરાર થતાં તેને ઝડપી લેવા ચક્રો ગતિશીલ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.