દિયોદરમાં SOG પોલીસે મેડિકલમાં જથ્થો ઝડપ્યો

દિયોદરમાં SOG પોલીસે મેડિકલમાં જથ્થો ઝડપ્યો

દિયોદર હાઈવે વિસ્તાર પર ચામુંડા મેડિકલ સ્ટોર્સ માંથી પ્રતિબંધિત દવાનો જથ્થો મળ્યો લાખોનો મુદામાલ  ઝપ્ત

મોડી સાંજે વાવ થરાદ SOG ની ટીમે મોડી રાત્રિ સુધી  ચેકીંગ હાથ ધરતાં અન્ય મેડિકલ સ્ટોર્સના શટલ બંધ થઈ ગયા હતા. SOG પોલીસે દિયોદરમાં માત્ર એક મેડિકલ સ્ટોર્સમાંથી અધતન ૩૪૫૯ નંગ ટેબ્લેટ કિંમત રૂપિયા ૧૩.૮૩.૬૦૦ નો દવાનો જથ્થો કબ્જે લીધો હતો. દિયોદરમાં અનેક મેડિકલ સ્ટોર્સ પર નશીલી હાનીકારક દવાનું વેચાણ થઇ રહ્યું છે તેની તપાસ થશે ? દિયોદરમાં અનેક મેડિકલ સ્ટોર્સ અન્ય વ્યક્તિના નામે ચાલતા હોવાની  વ્યાપક ફરિયાદો હોવા છતાં આરોગ્ય વિભાગ ક્યાં અટવાયું છે.

વાવ થરાદ નવનિયુક્ત જિલ્લા ની એસ ઓ જી પોલીસ ટીમ દ્વારા વર્તમાન સમય નશીલી અને હાનિકારક દવાઓનું વેચાણ અંતગર્ત કાર્યવાહી કરતા કેટલાય મેડિકલ સ્ટોર્સના માલિકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં બુધવારે મોડી સાંજે એસઓજી પોલીસે ખાનગી બાતમી ના આધારે દિયોદર હાઈવે વિસ્તાર પર શ્રીજી કોમ્પલેક્ષમાં ચામુંડા મેડિકલ સ્ટોર્સ & પોવિઝનમાં રેડ દરમિયાન અધતન પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો તેમજ ચરસ સંબંધિત પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દવાનો જથ્થો કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં કુલ અલગ અલગ સાત પ્રકારની ટેબ્લેટનો જથ્થો કુલ નંગ ૩૪૫૯ કિંમત રૂપિયા ૧૩.૮૩.૬૦૦ નો બિલ વગર નો માલ મળી આવતા એસ ઓ જી પોલીસે મેડિકલ સ્ટોર્સના માલિક નિરવકુમાર ચંદ્રેશભાઇ ઠક્કર ઉંમર વર્ષ 32 રહે દિયોદર વાળાને ઝડપી લઇ કુલ ૧૪.૩.૬૦૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

દવાના જથ્થાના બિલ ન મળતા કાર્યવાહી કરાઈ અન્ય મેડિકલ સ્ટોર્સને જાણ થતા મોડી સાંજે કેટલી મેડિકલ સ્ટોર્સ ના શટર બંધ થઈ ગયા. દિયોદરમાં મોડી સાંજે વાવ થરાદ એસઓજી પોલીસ દ્વારા હાઈવે વિસ્તાર પર મેડિકલ સ્ટોર્સમાં દરોડા પાડ્યા હોવાની વાયુવેગ વાત પ્રસરી જતા દિયોદરમાં કેટલીક મેડિકલ સ્ટોર્સના શટર બંધ થઈ ગયા હતા અને માલિકો ઘર ભેગા થઈ ગયા હતા. જો કે ચામુંડા મેડિકલ સ્ટોર્સ માંથી મોટાભાગે દવાના બિલ ના હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં એકાએક પોલીસની કાર્યવાહી થી અન્ય મેડિકલ સ્ટોર્સના માલિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *