પાટણ એસઓજી ટીમે બાતમીના આધારે સરસ્વતીના વામૈયા ગામેથી એક ઈસમને રૂ.૩,૪૨ લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્રારા નોર્કોટીકસની બદી નાબુદ કરવા અંગે થયેલ હુકમો અન્વયે ગુજરાત રાજયને નશા મુકત કરવા અભિયાન હાથ ધરેલ હોઇ તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા. ૧૯/૦૬/૨૦૨૫ સુધીની એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા ડ્રાઇવ રાખેલ હોઈ જે અનુસંધાને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ આપેલ સુચના આધારે પાટણ એસઓજી પીઆઈ જે.જી.સોલંકી અને તેમની ટીમે જીલ્લામાં નાર્કોટીકસ અંગેના કેશો શોધી કાઢવા સારૂ ચક્રો ગતિશીલ બનાવી સરસ્વતી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
ખાનગી રાહે બાતમી મળેલ કે, ઠાકોર ગમાજી ઉર્ફે જેકાજી શંકુજી રહે. વામૈયા, કાયાણી પાર્ટી, સોમેશ્વર મંદિરની બાજુમાં તા.સરસ્વતી જી.પાટણ વાળાએ વામૈયા ગામની સીમમાં સોમેશ્વર મંદિરની બાજુમાં આવેલ પોતાના ખેતરમાં ગે.કા. અને બીનધિકૃત રીતે વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડોનું વાવેતર કરેલ છે. જેથી ટીમે ઉપરોક્ત જગ્યાએ તપાસ કરતાં નાના-મોટા ગે.કા. અને બીનધિકૃત રીતે વનસ્પતિ જન્ય લીલા ગાંજાના આશરે એક ફુટથી નવ ફૂટની ઉંચાઇના છોડ નંગ-૪૬ વજન ૩૪.૨૦૦ કિ.ગ્રામ કિ.રૂ.૩,૪૨ લાખના મુદ્દામાલ સાથે ઠાકોર ગમાજી ઉર્ફે જેકાજી શંકુજી ને ઝડપી મુદામાલ સાથે સરસ્વતી પો.સ્ટે. સોપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.