સુરતમાં SOG પોલીસે 100 કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદમા કનેક્શન ઝડપ્યું છે. જેમા 100 કરોડના હવાલા રેકેટમાં અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ દુબઈમાં બેઠેલા મહેશ દેસાઈનો મુખ્ય આરોપી ઓમ પંડ્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સુરતમાં 100 કરોડથી વધુના હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે.
આ કેસમાં SOGએ 3ને પકડીને 27.38 કરોડના બેનામી વ્યવહારો શોધી કાઢ્યા હતા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનમાંથી હવાલા મારફતે આવતા નાણાંને USDTમાં કન્વર્ટ કરનારા મકબુલ અબ્દુલ રહેમાન ડૉક્ટર, તેમના પુત્ર કાશિફ મકબુલ ડૉક્ટર અને મેજર અબ્દુલ રહીમ નાડાને સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ દ્વારા 4 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ત્યારે પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. પિતા-પુત્રના 9 બેંક ખાતા ઉપરાંત વધુ 15 બેંક ખાતાની માહિતી મળી હતી. આ સાથે સુરતમાં 100 કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદના ઓમ પંડ્યાની એસઓજી પોલીસે ધરપકડ કરી હોવાનું પણ બહાર આવ્યું છે.
દુબઈમાં રહેતા મહેશ દેસાઈના કેસમાં ઓમ પંડ્યા મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતના સોની ફળિયા સિંધીવાડમાં આવેલી સફિયા મંઝિલમાં દરોડો પાડીને મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેના પુત્ર કાશિફ મકબુલ ડોક્ટર અને મેજર અબ્દુલ રહીમ નાડાની ધરપકડ કરી હતી અને હવાલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે પિતા-પુત્રના મોબાઈલ ફોન પરથી 15થી વધુ બેંક ખાતાઓની માહિતી મેળવી હતી. નવ જેટલા બેંક ખાતા જપ્ત કરવામાં આવ્યા હતા. જેના દ્વારા આરોપીઓ જુદા જુદા દેશોમાં લેવડ-દેવડ કરતા હતા. 100 કરોડથી વધુના હવાલા ટ્રાન્ઝેક્શનના આરોપી મકબુલ પાસે દુબઈ રેસિડેન્સ વિઝા પણ હતો.