પાટણ-અઘારના પાલૅરો પરથી ગોગો સ્મોકીંગ કોન તથા રોલપેપરની પટ્ટીઓ સાથે ત્રણ ઈસમોને SOG એ દબોચ્યા

પાટણ-અઘારના પાલૅરો પરથી ગોગો સ્મોકીંગ કોન તથા રોલપેપરની પટ્ટીઓ સાથે ત્રણ ઈસમોને SOG એ દબોચ્યા

કુલ રૂ.૨૨૧૪ નો પ્રતિબંધીત મુદામાલ જપ્ત કાર્યવાહી હાથ ધરી

સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ ડ્રગ્સ, ચરસ, ગાંજો જેવા માદક પદાર્થના સેવન કરવા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સ્મોકીંગ કોન તથા રોલ પેપર જેવા પ્રતિબંધીત મટીરીયલનો વેચાણ-સંગ્રહ કરનાર ત્રણ ઇસમોને રૂ. રર૧૪ ના મુદ્દામાલ સાથે પાટણ એસ.ઓ.જી ટીમે શોધી ત્રણેય સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ પાટણ એસઓજી પીઆઈ જે.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ ની ટીમે અલગ અલગ ટીમો દ્વારા પાટણ ટાઉન વિસ્તારમાં આવેલ નાણાવટી સ્કુલની સામે આવેલ સિંધવાઇ પાર્લર,તિરુપતિ માર્કેટમાં ઉમિયા પાર્લર તથા  લીલીવાડી ચાર રસ્તા પાસે આવેલ વિવેક પાનપાર્લર ખાતે ચેકીંગ કરી રૂ.૧૯૦૦  ના ગોગો સ્મોકીંગ કોન તથા રૂ. ૩૧૪ ની રોલપેપરની પટ્ટીઓ મળી કુલ રૂ. ૨૨૧૪ નો પ્રતિબંધીત મુદ્દામાલ શોધી ત્રણેય ઈસમો વિરુદ્ધ બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો રજી કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ એ ડીવીઝન પો.સ્ટે તથા બી ડીવીઝન પો.સ્ટેને સુપ્રત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

પકડાયેલ આરોપીઓમા

નરેશકુમાર ઇશ્વરલાલ ચિમનલાલ પ્રજાપતિ રહે. મઠવાસ,ગુણવંતા હનુમાન, પાટણ તા.જી.પાટણ,

જીતુભા શાંતુજી ખેતાજી ઠાકોર રે.અઘાર રુપાણી પાટી તા.સરસ્વતી જી. પાટણ

ભદ્રેશભાઈ બાબુભાઇ પટેલ રહે વ્રજધામ-૦૧ ટી.બી.ત્રણ રસ્તા પાટણ વાળો હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *