દક્ષિણ કોરિયાના ભયાનક વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક હવે 167 પર પહોંચી ગયો છે. જ્યારે પ્લેનના અન્ય મુસાફરો લાપતા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે. વિમાનમાં કુલ 181 મુસાફરો સવાર હતા. દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લેન્ડિંગ વખતે પ્લેનનું લેન્ડિંગ ગિયર ફેલ થઈ ગયું અને અચાનક તે દિવાલની ફેન્સિંગ સાથે અથડાયું. જેના કારણે પેસેન્જર પ્લેનમાં આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 167 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
અધિકારીઓએ કહ્યું કે આ દેશમાં અત્યાર સુધીની સૌથી ભયાનક હવાઈ દુર્ઘટનાઓ પૈકીની એક છે. દેશની રાષ્ટ્રીય અગ્નિશમન એજન્સીએ કહ્યું કે બચાવ ટીમ મુઆન શહેરમાં સ્થિત આ એરપોર્ટ પર ‘જેજુ એર’ પેસેન્જર પ્લેનમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. વિમાનમાં 181 મુસાફરો સવાર હતા. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાન 15 વર્ષ જૂનું બોઇંગ 737-800 જેટ હતું જે બેંગકોકથી પરત ફરી રહ્યું હતું અને સ્થાનિક સમય અનુસાર સવારે ક્રેશ થયું હતું. ફાયર એજન્સીએ જણાવ્યું કે આગમાં ઓછામાં ઓછા 167 લોકોના મોત થયા છે. એજન્સીના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક વધવાની સંભાવના છે કારણ કે વિમાનમાં સવાર બાકીના લોકો ઘટનાના છ કલાક પછી પણ ગુમ છે.