ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ના કારણે હિમવર્ષા અને કમોસમી વરસાદના થતા

ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ના કારણે હિમવર્ષા અને કમોસમી વરસાદના થતા

બનાસકાંઠા જિલ્લામાં પણ પવનની દિશા બદલાતા ફરી એકવાર ઠંડીનો ચમકારો લઘુતમ તાપમાનમાં ત્રણ ડીગ્રી ઘટાડો થયો

શનિવારે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા થયા બાદ વાદળો વિખેરાતા ખેડૂતોમાં હાશકારો: જીલ્લામાં કેટલાંક દિવસોથી ઠંડીના સપાટા વચ્ચે બે  દિવસથી રાહતના માહોલ જોવા મળી રહ્યો છે અને હવામાન માં આવેલી અસ્થિરતા વચ્ચે ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે શનિવારના ઝાપટા વરસ્યા હતા શિયાળુ પાકની સિઝન ટાણે હવામાન પલ્ટાથી ખેડૂતોના શ્વાસ અધ્ધર થયા છે પરંતુ ત્યારબાદ વાદળો વિખેરાતા આકાશ ખુલ્લું થતા ફરી એકવાર પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જીલ્લાના શનિવારની વહેલી સવારે કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં પાલનપુર પંથકમાં હળવા ઝાપટા-છાંટા વરસ્યા હતા જેથી. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.શિયાળુ સીઝનના પાકો હવે તૈયારીમાં પહોંચી ગયા છે ત્યારે બદલાતા હવામાન અને વરસાદી માહોલને લઈ નુકસાનની ભિતી જોવાઈ રહી હતી. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે કમોસમી વરસાદની કોઇ આગાહી કરી નથી અને આવતા સાત દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની શક્યતા દર્શાવી છે. અમુક હવામાન નિષ્ણાંતોએ માવઠાની સંભાવના દર્શાવી હોવાથી મકરસંક્રાંતિ ટાણે પતંગ રસિયાઓના જીવ ઉચ્ચક થયા છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં શનિવારના બપોર બાદ વાદળો વિખેરાતા વાતાવરણ ખુલ્લુ થવા પામ્યું છે જેના કારણે ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

ઉતરાયણ ટાંકણે ફરી એકવાર ઠંડીનો ચમકારો રહશે: ઉત્તર ભારતમાં સર્જાયેલી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસરને લઇ કેટલાક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદ બાદ પવનની દિશા બદલાતા ફરીવાર બનાસકાંઠા જિલ્લામાં તીવ્ર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે જેમાં રવિવારના લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે તાપમાન ૧૧.૬ ડીગુ નોંધાયું હતુ રાજ્યના નલિયા, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનું જોર જોવા મળ્યુ છે.

જિલ્લામાં પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે: રાજ્યમા બદલાયેલા હવામાન વચ્ચે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ સામાન્ય પવન કરતાં થોડોક  વધારે પવન રહેવાની શક્યતાઓ રહેલી છે ત્યારે ઉતરાયણમાં પંતગ રસિકો માટે ખૂબ સારા સમાચાર  છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *