ચાર દુકાનોની મળી અંદાજીત રૂ ચાલીશ હજાર રોકડ રકમની ચોરી
ઊંઝા શહેરમાં ગઈ રાત્રિના તસ્કરોએ સ્ટેશન રોડ પર આવેલી ત્રણ મેડીકલ અને એક કરિયાણાની દુકાનને નિશાન બનાવી હતી. દુકાનના તાળાઓ તોડી અંદર પ્રવેશ કરી વિવિધ દુકાનોની મળી અંદાજીત રૂ ચાલીશ હજારની પરચૂરણની ચોરી કરી લઈ જતા તળખાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ ત્રણ મેડિકલ સ્ટોર અને એક કરિયાણાની દુકાનોમાં ચોર ટોળકી ત્રાટકી હતી. જે પૈકી અંબિકા મેડીકલમાંથી અંદાજિત ચાર હજાર આસપાસ પરચૂરણ તેમજ જયંતીભાઈ શંકરભાઈ નામની કરિયાણાની દુકાનમાંથી તેલ રાણી સિંગતેલના એક લિટરના પાંચ બોટલ, ગોળ કિલો કાર્ટૂન નંગ 18 તેમજ ચાર હજાર પરચુરણ લઈ ગયા હતા. આ ઉપરાંત સેજલ મેડિકલ માંથી પણ ચાર હજાર આસપાસ પરચૂરણની ચોરી થવા પામી છે જ્યારે મહેતા દવાવાળાની મેડિકલમાંથી બે હજાર પરચુરણ સહિત 28 હજારની રોકડ રકમની ચોરી થવા પામી છે. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

