શિક્ષકના બંધ મકાનમાં ત્રણ શખ્સ CCTVમાં કેદ, બાજુના રહીશના જાગી જતાં ભાગ્યા ; થરાદની સર્વોદય સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરીના નિષ્ફળ પ્રયાસની એક ઘટના સામે હતી.જેની પ્રાપ્ય માહિતી મુજબ સોસાયટીમાં રહેતા એક શિક્ષક વેકેશનમાં વતન ગયા હોવાથી તેમનું મકાન બંધ હતું. આ સમયે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ મકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.તસ્કરોએ મકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાજુના મકાન માલિક અચાનક જાગી જતાં તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
બાજુના મકાનમાં લગાવેલા CCTV કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ પણ થઈ ગઈ હતી. મકાન માલિકે આ ઘટના અંગે થરાદ પોલીસને જાણ પણ કરી હતી.બીજી બાજુ પોલીસ CCTV ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ પણ હાથ ધરી હતી.ઉનાળું વેકેશનમાં શિક્ષકોના બંધ મકાનો અને ગરમીના કારણે ધાબા પર સુતા રહીશોની મજબુરીનો ફાયદો ઉઠાવવા સક્રિય થયેલા તસ્કરોને લઇને સોસાયટીના રહીશોમાં ચિંતાનું મોજું પ્રસરવા પામ્યું હતું. જો કે પોલીસ દ્વારા પણ સતર્ક રહેવા અપીલ પણ કરવામાં આવતી હોય છે.