ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ત્રિકોણીય શ્રેણીની અંતિમ મેચમાં યજમાન શ્રીલંકાનો સામનો કરી રહી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ ભારતીય ઇનિંગ્સની શાનદાર શરૂઆત કરી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 70 રનની ભાગીદારી થઈ. પ્રતિકા રાવલ 15મી ઓવરમાં 30 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. પ્રતિકા રાવલના આઉટ થયા પછી, સ્મૃતિ મંધાનાએ હરલીન દેઓલ સાથે મળીને ઇનિંગ્સને આગળ ધપાવી અને 20મી ઓવરમાં 55 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ પછી પણ, મંધાનાના બેટમાંથી રન આવતા રહ્યા અને ટૂંક સમયમાં જ તેણે 31મી ઓવરમાં શાનદાર સદી ફટકારી
સ્મૃતિ મંધાનાએ ૯૨ બોલમાં સદી ફટકારી, જે તેની વનડે કારકિર્દીની ૧૧મી સદી છે. આ રીતે, તેણીએ ઇંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટને પાછળ છોડીને મહિલા ODI ક્રિકેટના ઇતિહાસમાં ત્રીજી સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની. હવે ફક્ત ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ અને ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ જ તેનાથી આગળ છે. મંધાના ૧૦૨ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૧૬ રન બનાવીને આઉટ થઈ ગઈ.
CENTURY! 🙌
11th ODI HUNDRED for vice-captain Smriti Mandhana 👏👏
Updates ▶️ https://t.co/rVyie6SUw9#TeamIndia | #WomensTriNationSeries2025 | #INDvSL | @mandhana_smriti pic.twitter.com/RSxCm0jSz2
— BCCI Women (@BCCIWomen) May 11, 2025
ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર મહિલા બેટ્સમેન
મેગ લેનિંગ – ૧૫
સુઝી બેટ્સ – ૧૩
સ્મૃતિ મંધાના – ૧૧
ટેમી બ્યુમોન્ટ – ૧૦
ભારતીય ટીમ શ્રીલંકા સામે રમી રહી છે જેમાં પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ 21 વર્ષીય મધ્યમ ઝડપી બોલર ક્રાંતિ ગૌડને ડેબ્યૂ કેપ સોંપી છે. સ્પિનર સુચી ઉપાધ્યાયના સ્થાને ક્રાંતિને તક આપવામાં આવી છે.