એલ.સી.બી.પોલીસ ડીસા રૂરલ વિસ્તારમાં દારૂ તેમજ જુગાર બાબતે પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળેલ કે નાની આખોલ ગામની સિમમાં આવેલ નહેરૂનગર ટેકરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના પાછળના ભાગે નદીના પટમાં બાવળની નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે આધારે રેડ પાડી આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા-૧૩,૭૮૦/- તથા મોબાઈલ નંગ-૦૪ (કિ.રૂ..૨૦,૦૦૦/-) તથા ઓટો રિક્ષા (કિ.રૂ.૧૦૦૦૦૦/-) એમ કુલ રૂપિયા-૧,૩૩,૭૮૦/- ના મુદ્દામાલ સાથે મુસાભાઈ ફૈઝુભાઈ મિર્ઝા રહે.ડોલીવાસ,ડીસા,નરસિંહભાઈ અશોકભાઈ ઠાકોર રહે.જુની પોલીસ લાઈન સામે ઓગડવાસ,ડીસા, દિપકકુમાર જ્યંતીભાઈ પરમાર રહે.સ્પોર્ટ ક્લબ રોડ કંકાવટી સોસાયટીની બાજુમાં,ડીસા, ગોરધનજી ગણેશજી ઠાકોર રહે.જુની જેલ ચાવડી વાસ,ડીસા, ખેમજીભાઈ વિરચંદજી ઠાકોર રહે.વાડી રોડ નહેરૂનગર ટેકરા,ડીસા અને રતનસિંહ મોડસિંહ સોલંકી રહે.નાની આખોલ તા.ડીસા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- January 5, 2025
0
61
Less than a minute
You can share this post!
editor