પાલનપુરના ગઠામણ ગામે કુવા પર જુગાર રમતા છ જુગારીયા ઝડપાયા

પાલનપુરના ગઠામણ ગામે કુવા પર જુગાર રમતા છ જુગારીયા ઝડપાયા

પોલીસની રેઇડમાં આરોપી ઓ પાસે થી રૂ.26220 ની રોકડ રકમ મળી આવી; પાલનપુર તાલુકાના ગઠામણ ગામે એક ખેડૂતના કુવા પર પૈસાની હાર જીત માટે કેટલાક ઇસમો દ્વારા જુગાર રમવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમે આ જુગારધામ પર ઓચિંતી રેઇડ કરીને અહી જુગાર રમતા છ શખ્સોને રૂ.26220 ની રોકડ રકમ સાથે ઝડપી પાડવામા આવ્યા હતા.

પાલનપુર તાલુકાના ગઠામણ ગામે ખેત મજૂરી કરતા કેટલાક બહાર ગામના ખેત મજૂરો લાલીમા તળાવ પાસે આવેલ હીરાભાઇ પટેલના કુવા પર ઓરડી આગળ ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમીના આધારે પાલનપુર તાલુકા પોલીસની ટીમે આ જુગારધામ પર ઓચિંતી રેઇડ કરી હતી જેમા  જુગાર રમતા વખતસિંહ બચુસિંહ ઠાકોર હાલ રહે.ગઠામણ મૂળ રહે.વામૈયા તાં.સરસ્વતી, અગરસિંહ સોવનજી ઠાકોર હાલ રહે.ગઠામણ મૂળ રહે.વામૈયા તાં.સરસ્વતી, રાજુજી સોમજી ઠાકોર હાલ રહે.ગઠામણ મૂળ રહે.વામૈયા તાં.સરસ્વતી, પોપટજી હેમજી ઠાકોર હાલ રહે ગઠામણ મૂળ રહે મુડેઠા તા.ડીસા, ગેનજી હેમજી ઠાકોર હાલ.રહે.સુણોક જી.મહેસાણા મૂળ રહે.મુડેઠા તાં.ડીસા અને મનીષ ધનજીભાઇ જાદવ રહે.એકતાનગર પાલનપુર વાળાને રૂ.26220 ની રોકડ રકમ સાથે ઝડપી પાડી તેમની સામે તાલુકા પોલીસ મથકે જુગારધારા ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા આ પત્તા પ્રેમીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *