હરિદ્વાર થી લાવેલું ગંગાજળ પાતાળેશ્વર મંદિરે શિવજી પર અભિષેક કરાયો
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તે માટે કાવડયાત્રા યોજી
મોટી સંખ્યામાં લોકો એ કાવડયાત્રાનું સ્વાગત કર્યું; પાલનપુરના છ ગૌભક્તો હરિદ્વાર થી ગંગાજળ લઈ ડાક કાવડયાત્રા સાથે પાલનપુર આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભક્તોએ લાવેલું ગંગાજળ પાતાળેશ્વર મંદિરે શિવજી પર અભિષેક કરવામાં આવ્યું હતું.
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે પાલનપુરના છ ગૌભક્તો હરિદ્વાર થી ડાક કાવડ યાત્રા લઈ પગપાળા પાલનપુર પહોંચ્યા હતા. જેથી જુના આરટીઓ સર્કલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યાત્રા પાલનપુર પાતાળેશ્વર મંદિર ખાતે પહોંચીએ હતી જ્યાં સંતો દ્વારા પણ તેમને વધાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ હરિદ્વારથી લાવેલું ગંગાજળ શિવજી પર અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ગૌસેવક પરેશભાઈ પ્રજાપતિ, મનોજભાઈ ઉપાધ્યાય, રવિભાઈ સોની, પિન્કીબેન પારેખ સહિત સંતો મહંતો જોડાયા હતા. તેમજ ગૌભક્ત પરેશભાઈ પ્રજાપતિ દ્વારા તેમની ગૌશાળા ખાતે યાત્રા કરીને આવેલા છ ગૌભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું.

