પાલનપુર મામલતદાર કચેરીમાં મિલકત તબદીલી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ કરાઈ

પાલનપુર મામલતદાર કચેરીમાં મિલકત તબદીલી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ કરાઈ

સોમવાર અને ગુરુવારે મિલકત વેચનાર અને લેનાર પક્ષોના રૂબરૂ નિવેદન લેવાશે

બનાસકાંઠા ડિવિઝનના પાલનપુર શહેરમાં મિલકત તબદીલી માટે અશાંત ધારા હેઠળ જરૂરિયાત મુજબ મંજૂરી લેવાની ફરજીયાત છે. જેને લઇ પાલનપુર મામલતદાર કચેરી (શહેર) ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં અરજદારોની સુવિધા અને ઝડપી કામગીરી કરવાની પ્રક્રિયા અમલમાં મુકાઇ છે.

પાલનપુર શહેરમાં મિલકત વેચાણ અને ખરીદી ની પ્રકિયામાં અરજદારોને સરળતા પડે તે માટે મામલતદાર કચેરી (શહેર) ખાતે મિલકત તબદીલી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરાઇ જેમાં અશાંતધારાની અરજીઓ કચેરીના સામાન્ય કાર્યકાળ દરમિયાન સ્વીકારવામાં આવે છે. અને સોમવાર અને ગુરુવારના દિવસે મિલકત વેચનાર અને ખરીદનાર બંને પક્ષોની રૂબરૂ હાજરીમાં નિવેદન લેવામાં આવશે અરજીઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંજૂરી યુક્ત હુકમ દર ગુરૂવારે સિંગલ વિન્ડો સિસ્ટમ ખાતેથી અરજીદારોને સુપ્રત કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *