પાલનપુરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરાશે; શોભાયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ

પાલનપુરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરાશે; શોભાયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ

શોભાયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ; પાલનપુર ખાતે ભગવાન શ્રી રામ જન્મોત્સવની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ મોટા રામજી મન્દિર ખાતે ચાલી રહી છે. આગામી છઠ્ઠી એપ્રિલને રવિવારે રામ નવમીનો ઉત્સવ આવી રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે શ્રી રામ સેવા સમિતિ અને સમસ્ત હિંદુ સંગઠનો દ્વારા રામ જન્મોત્સવ અને શોભાયાત્રાને લઈને તડામાર તૈયારીઓ મોટા રામજી મંદિર ખાતે ચાલી રહી છે. મોટા રામજી મંદિરના મહંત રાઘવદાસજીએ જણાવ્યું હતું કે, બપોરે 12 વાગે રામ જન્મોત્સવ ની ઉજવણી કરાશે. બાદમાં મહા આરતી થશે. જ્યારે બપોરના ભોજન પ્રસાદ બાદ 2 વાગે મોટા રામજી મંદિરથી ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા નીકળશે. જે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી સાંજે નિજ મંદિરે પરત ફરશે. જ્યાં રાત્રે ભજન-કીર્તન કરવામાં આવશે. ત્યારે રવિવારની રજા હોઈ પાલનપુરની ધર્મપ્રેમી જનતા ને વિશાળ સંખ્યામાં પધારવા મહંતે અનુરોધ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *