થરાદ માર્કેટયાર્ડમાં જીરાની નવી આવકનો શ્રી ગણેશ

થરાદ માર્કેટયાર્ડમાં જીરાની નવી આવકનો શ્રી ગણેશ

રૂ.4251 ના ઇતિહાસિક ભાવથી ખેડૂતોમાં ખુશીની લહેર

ઉત્તર ગુજરાતના સૌથી મોટા કૃષિ કેન્દ્રોમાં સ્થાન ધરાવતી થરાદ માર્કેટ યાર્ડ ખાતે જીરાની નવી આવકનો આજે શુભ પ્રારંભ થયો હતો. 161 નંબરની માર્કેટ યાર્ડમાં જીરાની પહેલી હરાજી બોલાતા જ બજારમાં ચહલપહલ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવી આવકના જીરાને પહેલી જ હરાજીમાં રૂ.4251 જેટલો ઇતિહાસિક ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે અમુક વિસ્તારોમાં રોગચાળાના કારણે પાકને થોડી અસર પહોંચી છે, જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં, પહેલી જ હરાજીમાં મળેલા ઊંચા ભાવને કારણે ખેડૂતોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે જો આવનાર દિવસોમાં પણ સારા ભાવ યથાવત રહેશે તો નુકસાનની ભરપાઈ શક્ય બનશે. થરાદ માર્કેટ યાર્ડ ઉત્તર ગુજરાતમાં જીરાના વેપાર માટે મહત્વનું કેન્દ્ર ગણાય છે, જ્યાં દૂર દૂરથી ખેડૂતો પોતાની ઉપજ વેચવા આવે છે. નવી સીઝનની શરૂઆત સારા ભાવ સાથે થતાં કૃષિ બજારમાં સકારાત્મક સંકેતો જોવા મળી રહ્યા છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *