થરાદમાં યુજીવીસીએલના 66 કેવી સબસ્ટેશન ખાતે શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના સામે આવી હતી. સબસ્ટેશન નજીક આવેલી બાવળની જાડીમાં આગ ભભૂકી ઊઠી હતી. થરાદ યુજીવીસીએલ 66 KV સબસ્ટેશનમાં શોટસર્કિટના કારણે બાવળની જાડીમાં આગ લાગેલ તેવો કોલ થરાદ નગરપાલિકા ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.અને બાજુમાં આવેલાં રહેણાંક મકાનોમાં થતું નુકસાન અટકાવવામાં આવ્યું હતું.
ફાયર ઓફિસર વિરમજીએ જણાવ્યું કે યુજીવીસીએલ 66 KV સબસ્ટેશનમાં શોટસર્કિટના કારણે બાવળની જાડીમાં આગ લાગવાનો કોલ મળ્યો હતો. ફાયર ટીમે તાત્કાલિક પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આસપાસના રહેણાંક મકાનોને થતું નુકસાન અટકાવવામાં સફળતા મળી હતી.ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે સબસ્ટેશનની નજીક આવેલા રહેણાંક મકાનોને નુકસાન થતું અટકાવી શકાયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.