ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જીલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી આજે પોતાના જળ વિના તરસાઇ રહી છે. વર્ષો પહેલાં જે નદી વહેતા જળ થી છળકાઇ રહી હતી. જે નદી આજે દાંતીવાડા પાસે બાંધવા માં આવેલા બંધ ના કારણે જળ વિના સુકી ભટ્ટ બની ગઈ છે આ માત્ર નદી સુકાઈ જવા ની વાત નથી પરંતુ આ નદી કાંઠે વસતા હજારો પરીવારો ની આજીવિકા ના સવાલની સાથે સમગ્ર ઇકો સીસ્ટમ ખોરવાની ગંભીર સમસ્યા છેબનાસ નદી પર બાંધવામાં આવેલ દાંતીવાડા ડેમ નિઃશંક પણે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે
પરંતુ ડેમના નિયમણ કારોના દૂરંદેશીનો અભાવ અને માત્ર સિંચાઇ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ના કારણે નદી ના મુળ પ્રવાહ ને રોકી દેવામાં આવી નદીમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. પરીણામે નદી કિનારે વસેલા ડીસા સહિત અનેક ગામડાઓમાં આજે જળ સંકટની ગંભીર સમસ્યા આવી ઉભી છે. જેના કારણે ડીસા અને નદી કિનારે ના કાઠે વસેલા ગામમાં હવે વિનાશક અસર જોવા મળી રહી છે. બનાસ નદી નું પાણી માત્ર જળ નથી. પરંતુ આ વિસ્તારના લોકો નો આત્મા છે ત્યારે રાજય સરકાર અને સ્થાનિક તંત્ર તથા જળ સંસાધન વિભાગને અપીલ છે કે, આ વિસ્તારના હજારો લોકોનુ જીવન અને પર્યાવરણને બચાવવા માટે સત્વરે પગલાં લેવામાં આવે અને દાંતીવાડા ડેમનું પાણી માત્ર ખેતરોની સિંચાઇ પુરતું નહીં પરંતુ બનાસ નદીના હૃદયમાં પણ વહેતું થાય તેવી લોકમાંગ ઉઠી રહી છે. ત્યારે સરકાર દ્વારા એક નદીના અસ્તિત્વ માટે કોઈ પગલાં લેશે ખરા કે પછી માત્ર સિંચાઇનું પાણી આપ ને સંતોષ માની લેશે તેતો આવનાર સમય જ બતાવશે.
નદી કિનારે વસેલા ગામમાં ભુગર્ભ જળ તળીયે પહોંચ્યું
બનાસ નદી સુકાવા કારણે નદી કાંઠાના ગામો સહિત ડીસા શહેરના ભુગર્ભ જળમાં ધટાડો નોંધાયો છે. અનેક ગામડાઓમાં ૮૦૦ થી ૧૦૦૦ ફુટના બોર કરાવા છતાં પુરતું પાણી મળતું નથી.
ભુગર્ભ જળ ઉંડુ જતાં પાણીના અભાવે ખેતીનો વિનાશ થઇ રહ્યો છે
બનાસ નદી સુકી ભટ્ટ બનતા આ વિસ્તારમાં ભુગર્ભ જળ ઉંડુ જઇ રહ્યું છે. જેના કારણે સિંચાઇના પાણીનો અભાવ સર્જાયો છે. જેથી ખેતી પણ જોખમમાં મુકાઇ છે અને ખેડૂતો ખેતી પાછળ દેવાદાર બની રહ્યા છે.
ઇકોસિસ્ટમ પર ગંભીર અસરો જોવા મળી રહી છે
નદી કીનારે આવેલા વૃક્ષો પશુ પંખીઓ અને જળચર પ્રાણીઓ માટે પ્રાકૃતિક આવાસ સમ્પૂર્ણ પણે નષ્ટ થઈ ગયો છે. જેથી સરકાર અને તંત્ર જો ઇચ્છે તો આ સમસ્યાનો ઉકેલ અંત્યત સરળ અને તાત્કાલિક શક્ય છે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીના મુળ પ્રવાહમાં નિયમિત પણે પાણી છોડવા આવે.
બનાસ નદી જીવંત બને તો અનેક લોકોને ફાયદો થઈ શકે છે
દાંતીવાડા ડેમમાં સગ્રાયેલ પાણી નિયમિત પણે બનાસ નદીમાં છોડવવા આવે તો નદીનો પ્રવાહ પુન સ્થાપિત થઇ શકે છે. અને જો બનાસ નદી જીવંત બને તો અનેક લોકોને ઉપયોગી સાબિત થઈ શકે છે
ભૂગર્ભ જળ નો રીચાર્જ કરવા માટે એકમાત્ર ઉપાય બનાસ નદી સજીવન બને
બનાસ નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થાય તો ડીસા અને નદી ના કાઠે આવેલ ગામડાઓમાં કુદરતી રીતે ભુગર્ભ જળ રીચાર્જ થઈ શકે છે.અને પાણીની સમસ્યાનો અંત આવી શકે છે. અને ફરી એકવાર નષ્ટ થઈ રહેલ ઇકોસિસ્ટમ ને નવો વેગ મળશે.


