આદમી પાર્ટીના સિનિયર નેતાઓ મેદાને ઉતર્યા કેજરીવાલના કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર

આદમી પાર્ટીના સિનિયર નેતાઓ મેદાને ઉતર્યા કેજરીવાલના કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર

ગુજરાતમાં અત્યારે પેટાચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. આજે વિસાવદરનો ગઢ જીતવા માટે આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ મેદાને ઉતર્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના સમગ્ર ગુજરાતના નેતાઓ વિસાવદર પહોંચ્યા છે. ત્યારે આજે વિસાવદરના ગઢમાં ગોપાલ ઈટાલીયા શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. વિસાવદર અને કડી બેઠક પર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન છે. આગામી 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. ત્યારે આજે વાજતે ગાજતે ગોપાલ ઈટાલીયા ઉમેદવારી પહોંચ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

અરવિંદ કેજરીવાલના કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર; વિસાવદરમાં અરવિંદ કેજરીવાલે ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કરતા અને ગોપાલ ઇટાલિયાના વખાણ કરતા કહ્યું કે, ભાજપની જેમ કોંગ્રેસ પણ એક નંબરની ચાલાક છે. એ ભાજપની જ નોકરી કરે છે, કોંગ્રેસ ભાજપના જ ખીસ્સામાં બેઠી છે. વર્ષ 2022માં ચૂંટણી થઇ એમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા, એમાં એક અમારો સિક્કો પણ ખોટો નીકળ્યો ને ભાજપમાં જોડાઇ ગયો. કોંગ્રેસ અમારી જોડે આવીને બોલી જ્યાંથી અમારા ધારાસભ્ય ભાજપમાં ગયા છે ત્યાં તમે ઉમેદવાર ઉભો ન રાખો. અમે એમનું માન રાખીને અમારો ઉમેદવાર ઉભો ન રાખ્યો કારણ કે અમારે ભાજપને હરાવવી હતી. અમે ઇટાલિયાને મેદાને ઉતાર્યો, ભ્રષ્ટાચાર સામે બોલે છે. તમારા માટે બોલે છે. વિચારો કે તમે તેને વિધાનસભામાં મોકલશો તો એ શું કરશે. ગુજરાતના લોકોનો વિધાનસભામાં અવાજ બનશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *