ખેલ મહાકુંભ 3.0ની વૉલીબોલ સ્પર્ધામાં દિયોલી હાઈ.ની ચાર વિદ્યાર્થિનીઓનું રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે સિલેકશન

ખેલ મહાકુંભ 3.0ની વૉલીબોલ સ્પર્ધામાં દિયોલી હાઈ.ની ચાર વિદ્યાર્થિનીઓનું રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે સિલેકશન

ખેલ મહાકુંભ ૨૦૨૪-૨૫ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કક્ષાની અંડર ૧૭ વોલીબોલની સ્પર્ધા આજ રોજ તારીખ ૧૮-૧-૨૦૨૫ને શનિવારના રોજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, ભોલેશ્વર, હિંમતનગર ખાતે યોજાઈ હતી. જેમાં એમ.જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીની બહેનોની ટીમે ઈડર તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ ઉત્તમ દેખાવ કરી ફાઇનલમાં પહોંચી હતી ને ટીમ રનર્સઅપ રહી હતી.

વિજેતા થયેલી ટીમમાં શાળાની ચાર વિદ્યાર્થીનીઓ સિલેક્ટ થઈ અને હવે આગામી તારીખોમાં આ ટીમ રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લા ને ઈડર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. દિયોલી હાઇસ્કૂલનું નામ જિલ્લા કક્ષાએ ગુંજતું કરવા બદલ શાળાની દીકરીઓ તેમજ એમના કોચ અને શિક્ષક જગદીશભાઈ પટેલને શાળાના આચાર્ય સંદીપભાઈ પટેલ તેમજ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન સાથે રાજ્ય કક્ષાએ પણ ઉત્તમ દેખાવ કરવા માટે અઢળક શુભેચ્છા પાઠવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *