દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા ૮ વ્યક્તિઓનો SDRF દ્વારા સફળ રેસ્ક્યુ

દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા ૮ વ્યક્તિઓનો SDRF દ્વારા સફળ રેસ્ક્યુ

ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી, બનાસ સહિતની નદીઓમાં પાણીની આવક થઈ છે. બનાસકાંઠાના દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા ૮ વ્યક્તિઓનું SDRFની ટીમે રેસ્ક્યુ કરી સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે. દાંતા મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ SDRFની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ પૂર્ણ કર્યું હતું. SDRFના જવાનોની બહાદુરી ભરી કામગીરીથી તમામ ૮ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. વરસાદને પગલે બનાસકાંઠા વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી નદી, નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં ના જવા અનુરોધ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *