રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણીના ભાગ રૂપે પાટણ રિજીયોનલ સેન્ટર (ડાયનાસોર પાર્ક)ખાતે વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ માંથી જુદી જુદી શાળાઓએ ભાગ લીધો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત પાટણ ની આદશૅ શાળાનો તૃતીય નંબર આવેલ જેમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સોલાર થી ચાલતા રોબોટ ની કૃતિ રજૂ કરી હતી. તૃતીય નંબર મેળવવા બદલ આદર્શ સ્ટાફ પરિવારે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં. ઉપરોક્ત વિજ્ઞાન મેળામાં આદશૅ શાળાના કુલ ૫૮ વિદ્યાર્થીઓએ ભાગ લઈ જુદી જુદી કુલ ૩૪ વૈજ્ઞાનિક કૃતિઓ બનાવી હતી.

- March 2, 2025
0
58
Less than a minute
You can share this post!
editor