ડીસા તાલુકાના માલગઢ વિસ્તારમાં આવેલી ગોગાઢાણી અનુપમ પ્રાથમિક શાળા દ્વારા તેની સ્થાપના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 જુલાઈ, 2025 ના રોજ સુવર્ણ જયંતી મહોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી 51મા વર્ષની મંગળ પ્રવેશે ડીસા તાલુકાની ગોગાઢાણી અનુપમ પ્રાથમિક શાળાના આચાર્ય અને એસએમસી કમિટી દ્વારા શાળાની જન્મ જયંતીની ઉજવણી કરી હતી.
જેમાં કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે ગોવાજી તળસાજી અને છગનજી તળસાજી રહ્યા હતા. આ ઉપરાંત અન્ય દાતાઓએ પણ ખૂબ મોટો સહયોગ આપતા સુવર્ણ જયંતી મહોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી થઈ હતી વર્ષ 1975 માં શાળાની સ્થાપના સમયે સોલંકી ધર્માજી ઉમાજીએ ભૂમિનું દાન કરતા આજે શાળા વટવૃક્ષ બની 4 હજા થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરીએ વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક શાળાનું નામ રોશન કર્યું છે, ત્યારે શાળાના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનુ પણ બહુમાન આપવામાં આવ્યું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ હાઉસિંગ બોર્ડના ચેરમેન મગનલાલ માળી,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (ડીસા) અશ્વિનભાઈ પટેલ, પાટણ લો કોલેજના પ્રોફેસર અવનીબેન આલ, શાળાના આચાર્ય, શિક્ષક સ્ટાફ, એસએમસી સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા