ફરી રાજમાર્ગો સહિત જિલ્લા ન શૈક્ષણિક સંકુલોમાં છાત્રોનો કલરવ ગુંજી ઊઠશે; બનાસકાંઠા જિલ્લામાં શાળાઓમાં નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે જિલ્લાના રાજમાર્ગો અને શૈક્ષણિક સંકુલોમાં છાત્રોનો કલરવ ગુંજી ઉઠશે ૩૫ દિવસ ઉનાળુ વેકેશનની રજાની મજા માણતા વિદ્યાર્થીઓનો રવિવારે રજાનો અંતિમ દિવસ બાદ સોમવાર થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા ફરી પાછા નવા ઉમંગ અને ઉત્સાહથી નવા શૈક્ષણીક વર્ષમાં વિદ્યાર્થીઓ અવનવા રંગબેરંગી નવા દફતર, કંપાસ તેમજ પાણી બોટલ અને ટિફીન બોકસ સાથે જોવા મળશે.
બનાસકાંઠા જિલ્લાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે એક સૂત્રતા રહે તે માટે શૈક્ષણિક કેલેન્ડર અમલી બન્યું છે. નવા શૈક્ષણિક સત્રનો સોમવારથી પ્રારંભ થશે અને છેલ્લા ૩૫ દિવસથી વિદ્યાર્થીઓના કલરવ વગર સુમસામ ભાસતા શૈક્ષણિક સંકુલો ફરી ધમધમવા લાગશે. રાજમાર્ગો ઉપર પણ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળશે. છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓએ પાઠય પુસ્તક અને યુનિફોર્મ ખરીદી પણ કરી દીધી છે. ત્યારે શાળાનું નવું સત્ર શરૂ થતા જ શાળામાં નિત્યક્રમ પ્રમાણે શાળાએ જતા વિદ્યાર્થી ભાઈ બહેનો જોવા મળી શકશે.
કેટલીક ખાનગી શાળાઓએ અગાઉથી પણ શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હોવાનું ગણગણાટ; આજકાલ શિક્ષણમાં પણ હરીફાઈ જોવા મળી રહી છે જેના કારણે કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને અગાઉથી બોલાવી શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જોકે સરકારી નિયત મુજબ આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે.
સ્કૂલ ફીમાં વધારાની સાથે અન્ય વસ્તુઓ ના ભાવમાં પણ વધારો; આજના મોંધવારી ના યુગમાં શિક્ષણ દિન-પ્રતિદિન મોંઘુ થઇ રહ્યું છે ખાનગી શાળા સંચાલકો દ્વારા સ્કૂલ ફી વધારો આ ઉપરાંત સ્ટેશનરી શાળાઓ ના ડ્રેસમાં ભાવવધારો રીક્ષા ભાડુ સહિત અન્ય શાળાઓને લગતી વસ્તુઓના ભાવ માં વધારો થતાં નવા શૈક્ષણિક વર્ષથી વાલીઓ પર આર્થિક ભારણ વધી રહ્યું છે.
શાળાઓ શરૂ થાય તે પહેલાં સ્ટેશનરી- યુનિફોર્મની ખરીદી શરુ; આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે. ત્યારે સત્ર શરૂ થવાના પહેલાં સ્ટેશનરી- યુનિફોર્મ, નોટબુક, પુસ્તકોની ખરીદી માટે બજારમાં વિધાર્થીઓ અને વાલીઓ ઉમટી રહ્યા છે બાળકો માટે નવી સ્કુલબેગ, સ્ટેશનરી, કંપાસ, નોટબુકો, પેન્સીલ વગેરે ની ખરીદી ને લઇ ડિમાન્ડ વધુ રહેતી હોય છે.