સયાજી હોસ્પિ.ના વર્ગ 4ના કર્મીઓની હડતાળ ઉપર ઉતર્યા

સયાજી હોસ્પિ.ના વર્ગ 4ના કર્મીઓની હડતાળ ઉપર ઉતર્યા

600 લોકોના RMO ઓફિસે ધરણા, બે દિવસમાં પગાર થવાનું આશ્વાસન મળતા કામે લાગ્યાં; આંદોલનની ચિમકી ઉચ્ચારી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં વર્ગ ચારના સફાઈ કર્મચારીઓનો પગાર ન થતા આજે (15 મે, 2025) આરએમઓ ઓફિસ ખાતે ધરણા કાર્યક્રમ શરૂ કર્યો હતો. વર્ગ ચારના 600 જેટલા કર્મચારીઓ સયાજી હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓનો પગાર ખાનગી એજન્સી દ્વારા ચૂકવવામાં ન આવતા આખરે ભારે સૂત્રોચાર સાથે વિરોધ કરી આરએમઓ ખાતે રજૂઆત કરી હતી.વડોદરાની સયાજી હોસ્પિટલમાં રજત એન્ટરપ્રાઇઝ નામની ખાનગી એજન્સી દ્વારા હંગામી ધોરણે વર્ગ ચારના સફાઈ કરણીઓને લેવામાં આવ્યા છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં 600 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને તેઓનો પગાર વારંવાર લેટ થતા આજે આરએમઓ ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે આરએમઓ દ્વારા બે દિવસમાં પગાર આપવાનું આશ્વાસન આપવામાં આવતા તમામ કર્મચારીઓએ હડતાળ ચમેટી લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *