ભાભર તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતો ચુંટણી માટે ચોથા દિવસે સરપંચ ઉમેદવાર માટે ૨૨ ફોર્મ ભરાયાં
ભાભર તાલુકાની ૪૭ ગ્રામ પંચાયતો પૈકી ૨૩ ગ્રામ પંચાયતોમાં ચુંટણીના બ્યુગલો ફૂંકાયા છે. સરપંચ બનવા માટે અનેક યુવાનો અને આગેવાનો થનગની રહ્યા છે. અને સરપંચ બનવા માટે દોડી રહ્યા છે. આજે ફોર્મ ભરવાના ચોથા દિવસે સરપંચ પદ માટે ૧૨ ગ્રામ પંચાયતોમાંથી ૨૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તેમજ વોર્ડમાં સભ્યો બનવા માટે કુલ ૨૨ ઉમેદવારી પત્ર ભરાયાં છે. ભાભર તાલુકાની ગ્રામ પંચાયતો પૈકી સરપંચ પદ માટે ચોથા દિવસે સૌથી વધુ ફોર્મ બેડા ગામના ૪ અને ચીચોદરા ગ્રામ પંચાયતના પણ ૪ ફોર્મ ભરાયાં છે.
જ્યારે મેસપુરા -૧, ખારી પાલડી -૨, અબાળા -૧, તેતરવા -૧, દેવ કાપડી -૨, તનવાડ -૧, ચેમ્બુવા -૧, ખડોસણ -૨, કારેલા -૧ અને અસાણા-૨ સરપંચ પદ માટે ઉમેદવારી પત્ર ભરવા માટે ટેકેદારો સાથે ઉમેદવારો જોવા મળ્યા હતા. તેમજ વોર્ડના સભ્યો માટે કુલ ૨૨ ફોર્મ ભરાયાં છે. ચેમ્બુવા નવા ગામના લોકો ભેગા થઇ પંચાયત સમરસ થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં સરપંચ તરીકે પટેલ જેઠાભાઈ રામસીંગભાઈને ગામલોકોએ બિનહરીફ જાહેર કર્યા હતા. અને ડેપ્યુટી સરપંચ તરીકે દરઘાભાઈ માવજીભાઈ પટેલને બિનહરીફ જાહેર કર્યા છે. તેમજ ચેમબુવા જુના ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જેવાબેન રાજુભાઇ જોષીને પણ ગામ લોકોએ બિનહરીફ જાહેર કર્યા છે.