ડીસા કોલેજમાં પરાગભાઈ પટેલ શ્રદ્ધાંજલિ ક્રિકેટ ફેકલ્ટી ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાઈ
ગત તારીખ 10 ફેબ્રુઆરી 2025 થી તારીખ 13 ફેબ્રુઆરી 2025 દરમિયાન ડીસા કોલેજના ટ્રસ્ટી સ્વ.પરાગભાઈ ત્રમ્બકલાલ પટેલની યાદમાં વર્ષ 2021થી સતત ચોથી વખત “પરાગભાઈ પટેલ શ્રદ્ધાંજલિ ક્રિકેટ ફેકલ્ટી ટુર્નામેન્ટ”નું આયોજન કરવામાં આવે છે. જેમાં અલગ અલગ સંસ્થાઓના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફના કર્મચારીઓ ભાગ લે છે.આ ટુર્નામેન્ટમાં સરદાર પટેલ હાઇસ્કુલ ડીસા, બી.સી.એ- બી.એસ.સી કોલેજ ડીસા, ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા એ ટીમ ,એચ જે પટેલ પ્રાથમિક શાળા ડીસા, ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બી ટીમ એમ પાંચ સંસ્થાઓના ૬૦ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ લીગ પદ્ધતિથી રમાડવામાં આવી આજે આ ટુર્નામેન્ટની ફાઇનલ સરદાર પટેલ હાઈસ્કુલ ડીસા અને ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા એ ટીમ વચ્ચે રમાઈ હતી. સરદાર પટેલ હાઇસ્કુલે ટોસ જીતી પ્રથમ દાવ લઈ બે વિકિટે 178 રન બનાવ્યા હતા જ્યારે ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા એ ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ હતી.
આમ સરદાર પટેલ હાઇસ્કુલ ડીસા 59 રને સતત ચોથી વખત વિજેતા જાહેર થઈ હતી. આ ટુર્નામેન્ટના મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ સરદાર પટેલ હાઇસ્કુલના શિક્ષક પિયુષભાઈ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી દિવ્યભાઈ પટેલ તરફથી ક્રિકેટ રમનાર તમામ કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું.