શું : મૃત્યુનો ડર સતાવે છે ?

સંજીવની
સંજીવની

‘ડર’ એક એવો શબ્દ છે જેનો અનુભવ મોટા ભાગના લોકોને કયાંકને કયાંક અચુક થતો હોય છે. ‘ડર’એ વણ બોલાવેલો મહેમાન છે અને તે માણસને ખબર પણ ન પડે કોઈ એક ચોક્કસ પ્રકારનો ડર કયારેક એક કરતાં વધારે જાતના, પ્રકારના ડર તેનામાં પગ પેસારો કરે છે. જીવનમાં અચાનક કોઈ એવી ઘટના બને જેનાથી માણસ બેબાકળો થઈ જાય, તેના પગ જાણે ધરતી પર ચોંટી ગયા હોય તેવું તેને લાગે, આંખો જાણે ગમે તે ઘડીએ બહાર આવી જશે, એટલી પહોળી થઈ જાય અને આવા સમયે અવાજ પણ અચાનક બંધ થઈ ગયો તેમ લાગે, બોલવું છે, કાંઈક કહેવું છે, કાંઈક પુછવું છે પણ કોણ જાણે કેમ જીભ પણ સાથ નથી આપતી. આવું તો દરરોજ કેટકેટલા માણસો સાથે બનતું હશે.
હજારો માણસો એવા હશે જે જાતજાતના ડર સાથે જીવનની દરેક પળો ગાળતા હશે. કેટલાય માણસો એવા હશે જેમને ટુકડે ટુકડે થોડા થોડા સમયના અંતરે કોઈ ડરનો સામનો કરવો પડતો હશે. કેટલાય લોકો આવનાર પરીસ્થિતિનો સામનો કરતા ડરે છે અને એટલે જ પોતાની જાતને વિપરીત પરીસ્થિતિથી શકય તેટલા દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. વિપરીત પરીસ્થિતિ આવશે તો ? આ વિચાર પણ તેમના મનમંદિરને હચમચાવી નાખે છે. આમ આ ‘ડર’ જેમની પાસે પહોંચે છે તેમનું જીવન હચમચાવી નાખે છે.થોડા દિવસ પહેલાં જીવનની અડધી સદી વટાવી ચુકેલ એક કપલ તેમની વ્યથાનો અંત લાવવા ઉતાવળા પગે અમારા સેન્ટરમાં દાખલ થયા. તેમની દરેક મીનીટ બચાવવા કે કયાંક મોડા ન પડી જાય તેવો પ્રયત્ન કરતા હશે તેમ લાગ્યું. આ વ્યાકુળતા દૂર કરવા તેમણે પોતાની ઓળખાણ આપતાં જણાવ્યું કે ૧૪-૧પ વર્ષ પહેલાં તમારી પાસેથી સેલ્ફ હીપ્નોટીઝમ શીખેલા તમારા સ્ટુડન્ટ રમેશભાઈનો હું કઝીન છું મારૂં નામ નિયમિત અને મારી પત્ની સીમા. હું મારા નાના ભાઈની સારવાર માટે તમારી સાથે વાત કહેવા આવ્યો છું.
મારો નાનો ભાઈ મહેશ ૪૪ વર્ષનો છે. તેની પત્ની અને બે દિકરીઓ સાથે રહે છે. નાનપણથી તે ખુબ જ હોંશિયાર, બહાદુર, વ્યવહારૂ, અતિ લાગણીશીલ સ્વભાવનો છે. અમારા કુટુંબના દરેક સારા માઠા પ્રસંગે અમે બંને ભાઈઓ સાથે જઈએ છીએ. થોડા સમય પહેલા અમારા એક સગા બીમાર થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા અમે બંનેવ ભાઈઓ અવારનવાર તેમની ખબર પુછવા હોસ્પિટલ જતા. થોડા દિવસોની સારવાર પછી હોસ્પિટલમાં જ તેઓનું અવસાન થયું . સાધારણ ઘરના અને પરિવારના એક માત્ર કમાનારના અવસાનથી તેમના પરીવાર પર જાણે દુઃખોનો પહાડ તુટી પડયો. હોસ્પીટલ અને સારવારના ખર્ચમાં નાનકડો પરિવાર ડુબી ગયો હતો. બધું જ દાવ પર લગાડયા પછી શકય તમામ પ્રયત્નો કર્યા પછી પણ તેમને બચાવી ન શકયા.તેનું મારા ભાઈ મહેશને પારાવાર દુઃખ થયું.પરીવારની કથળતી સ્થિતિ તેનાથી જાેવાતી નહોતી. તે દુઃખી રહેવા લાગ્યો અને ધીરે ધીરે દરેક નાની મોટી વાતે તુરત જ ડીસ્ટર્બ થવા લાગ્યો એટલે તેને અમારા ફેમીલી ડૉકટર સાહેબ પાસે લઈ ગયા. તેમણે સારવાર કરી, સાઈકીયાટ્રીસ્ટ પાસે લઈ ગયા. તેમની સુચવેલી દવાઓ લીધા પછી કોઈ ખાસ ફરક ન પડતા અમે મુંઝાયા. તેવામાં તમારૂં નામ સરનામું મળતા. આજે તમારી પાસે આવ્યા છીએ, નવનીત ભાઈની વાત સાંભળી તેમને હીપ્નોથેરાપી વિશેની સંપૂર્ણ માહિતીઓ આપી અને તેમના નાના ભાઈ મહેશભાઈને બે દિવસ પછી લઈને આવવા જણાવ્યું.નક્કી કરેલા સમયે નવનીતભાઈ મહેશભાઈ અને તેમના વાઈફ સ્મીતાબેનને લઈને આવ્યા. મહેશભાઈ સાથે વાત કરતા કોઈપણ સામાન્ય માણસ પણ સમજી શકે કે તેઓ જે વાત કરે છે તે ખુબ જ વિચારીને થોડી થોડી કરે છે. તેમનો નિસ્તેજ ચહેરો ચાડી ખાતો હતો કે કોઈકતો એવી વાત છે જે કોઈને કરતા નથી. જેને કારણે તેઓ ખુબ જ પરેશાન છે. મહેશભાઈએ કહ્યું કે તે સતત ચિંતામાં રહે છે કાંઈ કરવું ગમતું નથી, જીવન સાવ અધુરૂં લાગે છે કયારે શું થશે ? હું શું કરીશ ? એ વિચારો મારો પીછો છોડતા નથી, ખબર નથી પડતી કે શું કરૂં ? તેમના વાઈફ સ્મીતાબેને જણાવ્યું કે કયારેક તો એકલા ઘરની બહાર જવાની પણ ના પાડે છે. જે સાથે ચાલતું હોય તેમનોહાથ જાેરથી પકડી રાખે છે. જાણે કોઈ તેમને મુકીને જતા રહેવાનું હોય, ઘરના બધા જ ભેગા થયા હોય ત્યારે કયારેક ઉત્સાહમાં આવી જાય અને બધા સાથે એવી સરસ વાતો કરે છે. જાણે કાંઈ થયું જ ન હોય પણ જેવા વારાફરતી બધા જવા લાગે તેમ તેમ પાછા હતા તેમ થતા જાય જાણે પાછું કાંઈક યાદ આવી ગયું હોય.
મહેશભાઈ અને તેમના વાઈફ સ્મિતાબેનની વાતો સાંભળી. ચર્ચા કરતા તેમને હીપ્નોથેરાપીથી સારવાર આપવાનું શરૂ કરવાનું નક્કી થયું. ર૦-૩૦ દિવસ ચાલનારી આ સારવાર માટેનો સમય અને તેની પદ્ધતિથી માહીતગાર કરી નિયમિતતા જાળવવા જણાવાયું. મહેશભાઈને લઈને સ્મિતાબેન સમય આવશે તેમ નક્કી થયું.
મહેશભાઈની સારવારના શરૂઆતના ૩ દિવસ રીલેકસેશન દ્વારા તેમના મન અને શરીર શાંત અને સ્થિર કરતા. તેમાં સુંદર પરિવર્તનોનો પ્રવાહ શરૂ થયો. નેગેટીવ વિચારોનું પ્રમાણ ઘટવા લાગ્યું અને અમારામાં તેમનો વિશ્વાસ વધવા લાગ્યો.તેમની સાથેની વાતચીત અને હિપ્નોટીક ટ્રાન્સ દરમ્યાન કરવામાં આવેલા સવાલ જવાબોથી મહેશભાઈની મુળ તકલીફ સુધી પહોંચી શકાયું. તેમના મનમાં મૃત્યુનો ડર ઘર કરી ગયો છે અને તેમની દરેક સમસ્યાઓનું મુળ કારણ પણ આ જ છે તેમ જણાતા ત્યાર પછીની તેમની દરેક સીટીંગ (સારવાર) માં તેમના મનમાં રહેલા દરેક ડર અને વિશેષ મૃત્યુનો ડર દુર કરવા માટેની ખાસ સુચનાઓ આપી મૃત્યુ એ એક વાસ્તવિકતા છે. હકીકત છે માટે તેનો સ્વીકાર કરવો જરૂરી છે. મૃત્યુથી ડરવાની કે દુર ભાગવાથી મૃત્યુ કોઈનો પણ પીછો છોડતો નથી. માટે ડરવાને બદલે જેટલું જીવન મળ્યું છે તેને આનંદપૂર્વક સતકર્મો કરતા પસાર કરવું જાેઈએ. વિગેરે વાતો હવે મહેશભાઈ સારી રીતે સમજવા લાગ્યા. એટલે જ ધીરે મહેશભાઈ નોર્મલ થવા લાગ્યા. જેમ જેમ સારવાર આગળ વધતી ગઈ તેમ તેમ વ્યર્થ ચિંતાઓથી મુકત થતા ગયા. પોતાની મેળે એકલા બહાર જવા આવવા લાગ્યા.
નિયમિત ચાલતી સારવારે મહેશભાઈને તેમના રૂટીન કામ પહેલા કરતા સારી રીતે આનંદપૂર્વક કરતા કરી દીધા. મહેશભાઈ બિલકુલ નોર્મલ થતા તેમના ચહેરા પર આનંદ અને સંતોષનો અનુભવ કરતા. તેમના વાઈફ સ્મિતાબેન મોટા ભાઈ-ભાભી વિગેરેના જીવમાં જીવ આવ્યો. હીપ્નોથેરાપીએ અમારા પરિવારને ફરી હસતું રમતું કરવા બદલ
આ વિજ્ઞાનનો આભાર માનતા ગદ્‌ગદ્‌ીત થતા નવનીતભાઈએ શુભ આશિષોનો જાણે ધોધ વહાવ્યો.
આંતર મનની શક્તિઓનો યોગ્ય ઉપયોગ જીવનમાં ધારીયે તેના કરતાં પણ વધુ સારા પરિણામો લાવવા સક્ષમ છે. આપની સમસ્યાના સમાધાન માટે આપ બી.કુમાર ૯૮ર૧ર૩૮૮૩પ પર સંપર્ક કરી શકો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.