શું તમે તમારી જાતને ચાહો છો ? પ્રેમ કરો છો ?

સંજીવની
સંજીવની

બીજાની જરૂરીયાતો પુરી કરવા માટે તમે કેટલો સમય તે જ બતાવે છે કે તમે તમારી જાતને કેટલો પ્રેમ કરો છો? દા.ત.તમે તમારા આખા કુટુંબ સાથે બેસીને પૌષ્ટીક ખોરાક આરોગો છો અને તે પણ કોઈ જાતની દલીલ વગર તે સુચવે છે કે તમે બીજાની લાગણીને માન આપી સમય ફાળવી જમવાના સમયે સમયસર પહોંચી જાવ છો અને સર્વની લાગણી દીલ ન દુભાય તેનું ધ્યાન રાખો છો.
પ.પોતાની ખુશીનું બલિદાન એટલે તમારી જાત પ્રત્યે તમને પ્રેમ નથી વધારે પડતું જવા દેવાની વૃત્તિ પણ સારી નથી આવા સંજાેગોમાં તમે બીજાને પણ મદદરૂપ થતા નથી.દા.ત.વધારે પડતું કામ કરવું અથવા બીજાઓના આગ્રહ અનુસાર પોતાના તન-મનનું ધ્યાન રાખ્યા વગર વધારે પડતું કામ કરતા જવું.આ વાત તમારો પોતાની તમારી જાત પ્રત્યેનો તમારો અણગમો દર્શાવે છે અને સાબિત કરે છે. તમે તમારી જાતને પ્રેમ નથી કરતા.
૬.તમારી જાતનેપ્રેમ કરવો એટલે કે તમે તમારી સહનશક્તિ અને તમારી મર્યાદાઓ સમજાે છો અને તમારે તમારામાં શું શું સુધારા વધારા કરવાની જરૂર છે તે વાતથી સજાગ છો.દા.ત. તમે તમારૂં કોઈ કામ પુરૂં ન કરી શકયા હોવ તો તે વાતને ભુલી જાવ અને ફરી પાછા વહેલા કરતાં વધુ ઉત્સાહપૂર્વક શરૂ કરી તેનો નિકાલ લાવવો તે જ તમારા હીતમાં છે.
૭.તમારી જાતને પ્રેમ કરવો એટલે જ તમારી જાતને આગળ વધારવા જરૂરી પગલાંઓ લેવા. દા.ત. સેલ્ફ હિપ્નોસીસ દ્વારા લાવી શકાતા સુંદર પરિવર્તનો લાવવા માટે જરૂરી યોગ્ય પ્રયત્નો હાથ ધરો. શકય હોય તો સેલ્ફ હિપ્નોટીઝમ શીખો અને સફળતા પ્રાપ્ત કરો.
૮.તમારી જાતને પ્રેમ કરવો આટલે જ તમે તમારી જાતમાં નવા નવા સારા પરિવર્તનો લાવવા તરફ ધ્યાન આપવું.
દા.ત.જેટલી જરૂર હોય તેટલું જ ચાવી ચાવીને ખાવું અને સિગારેટ બીડી, માવા, ગુટકા વિગેરે જેવી કુટેવો અને ખરાબ સોબતોથી દૂર રહેવું.
૯.તમે તમારી જાતને એવી રીતે પ્રેમ કરો કે તમે જીવનમાં કયારેક અસફળ થયા જ નથી. બીજાને પણ એટલો પ્રેમ કરો છો જે કયારેય નકામો ન જાય અને તે લોકો પણ જીવનના કોઈપણ કોઈપણ ક્ષેત્રમાં કયારેય અસફળ ન થાય.દા.ત.હકારાત્મક બનો, ઉત્સાહી બનો અને આજ રીતે બીજાને પણ હકારાત્મક અને ઉત્સાહી બનાવો.
જીવનમાં કોઈ કયારેક જાણ જાેઈને ભુલો કરતું જ નથી.જે ભુલો થાય છે તે અનાયાસે અજાણતાં જ થતી હોય છે.માટે તે ભુલો ફરીથી ન થાય તેનું ધ્યાન રાખી જીવનમાં સફળતા મળે તેમ જ કરવું જાેઈએ. જીવનભર નવું નવું શીખતા રહો અને આગળ વધતા રહો અને આ સમય દરમ્યાન તમે તમારી જાતને તથા અન્યને પણ પ્રેમ કરતા જાવ.
જીવનના દરેક કાર્યો, ઘટનાઓ એક સાંકળ જેવી છે અને તેથી જ સવારથી જ કામની જાે શુભ શરૂઆત થાય તો આખા દિવસ દરમ્યાન બધા જ કામો સારી રીતે,
સરળતા અને સફળતાપુર્વક પાર પડે છે અને તે દરેક કાર્યો આપણા જીવનને એકબીજા સાથે મજબુત સાંકળની જેમ જાેડી રાખે છે.
શંુ તમે તમારી જાતને પ્રેમ કરો છો ?
તો એટલું જ કરો કે જેનાથી તમને માનસિક, શારીરીક અને અધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય, હંમેશા તન-મનથી પ્રફુલ્લિત રહો.
તમારા શરીરનંુ અને મનનું પુરૂં જતન કરો, સરળ જીવન જીવો અને પૌષ્ટીક ખોરાક લો.તમે એવું જ વિચારો અને એવું જ કરો જેમાં તમને તથા અન્ય દરેકને માત્ર ફાયદો જ થાય.સારા પ્રગતિશીલ વિચારો કરો અને તેને પુરાં કરવા સક્રિય પ્રયત્નો કરશો તો અનુભવશો કે સફળતા તમારા હાથમાં જ છે.
માનસિક શક્તિઓને વિકસાવવા સેલ્ફ હિપ્નોટીઝમ શીખો.
જીવનમાં નિયમિતતા લાવો.
સારા પુસ્તકો અને મહાનુભાવોના જીવન ચરિત્રમાંથી સારી વાતો, સારા વિચારો અને સારી આદતો ગ્રહણ કરો.
સતકર્મો દ્વારા અવિરત સુવાસ ફેલાવો.દરેક પ્રકારના વ્યસનોથી દુર રહો.
આ લેખની શરૂઆતમાં પુછવામાં આવેલા મારા પ્રશ્નના જવાબની હું આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યો છું તો આપનો જવાબ અને આ લેખ અંગેનો આપનો અભિપ્રાય તુરંત જ લખી જણાવશો.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.