શું તમે તમારી જાતને ચાહો છો ? પ્રેમ કરો છો ?

સંજીવની
સંજીવની

સામાન્ય પ્રશ્નો કરતાં આ પ્રશ્ન થોડો વિચિત્ર છે પણ આ પ્રશ્નને સમજવાની પ્રયત્ન કરી તેનો જવાબ મેળવવો અને જાણવો જરૂરી છે.થોડા સમય પહેલાં એક બહેન સાથેની વાતચીતમાં તે બહેને જણાવ્યું કે, તેઓ તેમના પાળેલા કુતરાને અનહદ પ્રેમ કરે છે અને તેઓ પોતાના કુતરાનું દરેક વાતે એટલે કે એક મા તેના બાળકનું જેટલું ધ્યાન રાખે છે તેટલું જ ધ્યાન તેઓ પોતાના કુતરાનું રાખે છે.છેલ્લે એમ પણ જણાવ્યું કે, તેઓ તેમના કુતરાને પોતાના બાળકની જેમ જ પ્રેમથી માંના મમતાભર્યા હેતથી જમાડે છે.
આગળ વધતા તે બહેને એમ પણ જણાવ્યું કે, તેઓ કયારેક તેમના પતિને પણ પ્રેમ કરે છે.વેલેન્ટાઈન ડે જેમ નજીક આવતો જતો હતો તેમ તેમ તેમનો તેમના પતિ માટેનો પ્રેમ વધતો જતો હતો અને તે બહેન મુંઝવણમાં મુકાઈ જતા હતા કે મારે મારો પ્રેમ બતાવવા માટે એવી કઈ વસ્તુ મારા પતિને ભેટરૂપે આપવી જાેઈએ કે જેથી મારા પતિને ખબર પડે કે હું તેમને કેટલો પ્રેમ કરૂં છું.અધવચ્ચે જ તેમને ખુબ જ શાંતિપૂર્વક પૂછયું કે તમે તમારી જાતને કેટલો પ્રેમ કરો છો ? મારા આ પ્રશ્ને તેમના મનમાં ગુંચવણ ઉભી કરી તેથી જવાબમાં તે બહેને મને પૂછયું કે શું તમે મને પૂછયું કે શું હું મારી જાતને કેટલો પ્રેમ કરૂં છું ? મેં કહ્યું હા, શું તમે તમારી જાતને પ્રેમ કરો છો ? જવાબમાં તે બહેને કહ્યું હા, મને લાગે છે કે હું મારી જાતને પ્રેમ કરૂં છું. જાે કે ખરેખર આ વિશે મેં કયારેય વધુ વિચાર્યું નથી.
આ પ્રશ્ન મેં જેટલાને પૂછયો છે તેમાંના મોટા ભાગના દરેકને આ પ્રશ્ન સાંભળીને આશ્ચર્ય થયું છે પણ તેના જવાબમાં તેમણે શું કહેવું તેની મુંઝવણમાં મુકાઈ જતાં મેં જાેયા છે.કેટલાકે તો હસીને વાતને ટાળી દીધી તો કેટલાક આ પ્રશ્ન સાંભળી ગંભીર થઈ ગયા. કેટલાક લોકો આ પ્રશ્નના જવાબમાં કહેવા પુરતું જ હા કહ્યું છે પણ હજી સુધી કોઈએ આ અંગેનો સંતોષકારક જવાબ આપ્યો નથી.
જાે આ પ્રશ્ન હું તમને પુછું કે શું તમે તમારી જાતને પ્રેમ કરો છો ? તો શું તમે મને આ સવાલનો સાચો અને સંતોષકારક જવાબ આપી શકશો ?
મારા આ સવાલનો જવાબ આપતા જાે તમારે વિચાર કરવો પડે તો તેનો અર્થ એ થાય છે કે તમે તમારી જાતને પ્રેમ નથી કરતા.તમારી જાતને પ્રેમ કરવાનું તુરંત જ શરૂ કરી દેવું જાેઈએ તે પણ સ્વાર્થ વગર. બીજા પ્રત્યે પ્રેમનો ધોધ વહેરાવવો તેનો મુખ્ય અને મજબુત પાયો એટલે જ પોતાની જાત પ્રત્યે પ્રેમ હોવો અને પ્રેમ કરવો.ઘણા માણસો આ અતિ અગત્યની અને સનાતન સત્ય બાબતને જાણતા નથી અથવા તો જાણીને પણ તેની અવગણના કરે છે.જાે કોઈ પણ વ્યક્તિ તેની પોતાની જાતને ખરેખર પ્રેમ કરતી હોય તો તેના વર્તનમાં,તેના હાવભાવમાં તથા અન્ય લોકો સાથેના વ્યવહારથી જ આ વાત જાણી શકાય છે. આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે કે તમે તમારી જાતને જેટલો પ્રેમ કરો છો તેટલો પ્રેમ તમારે તમારા પાડોશીને પણ કરવો જાેઈએ.એનો અર્થ એ થયો કે બીજા પ્રત્યેના પ્રેમનો આધાર (સ્વપ્રેમ) પોતાની જાતને ખરેખર પ્રેમ કરવા ઉપર જ નિર્ભર છે.
અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે સ્વપ્રેમ એટલે શું ?
હવે હું મારા અનુભવ સિદ્ધ વિચારો મારા મત પ્રમાણે રજુ કરૂં છું.તેમાં તમને પણ તમારી કોઈ સારી રચનાત્મક વાતો, અનુભવો ઉમેરવાની છૂટ છે.
૧.પ્રેમ એ એક ક્રિયાશીલ શબ્દ છે.જે તમારી વર્તણુંકથી બહાર આવે છે.દા.ત.તમે તમારા શરીરને સાચવવા માટે નિયમિત વ્યાયામ કરતા હોવ તે જ તમારા શરીર પ્રત્યેનો તમારો પ્રેમ દર્શાવે છે.
ર.પ્રેમ દ્વારા જ તમને ખ્યાલ આવે છે કે તમે તમારી જાતને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે કેટલી ચાહો છો ? દા.ત.તમે જે સારામાં સારા પૌષ્ટીક ખોરાકની પસંદગી કરો છો જે તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે તે જ દર્શાવે છે કે તમે તમારી જાતને ખુબ જ ચાહો છો, પ્રેમ કરો છો.
૩.તમે જમવાને, સીગારેટ, બીડી પીવાને, તમારી પત્ની કે અમારા બાળકોને કેટલો પ્રેમ કરો છો તે વધુ મહત્વનું છે.દા.ત.તમારી સેલ્ફ હિપ્નોટીઝમની કેસેટ સાંભળવામાં અથવા પ્રેકટીશ કરવા માટે પુરતો સમય આપતા હોવ અને કુટંુબના સભ્યો તમને માન આપે તે રીતે જ તમે તમારો પ્રેમ દરેક સભ્યોને આપો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.