વિદ્યાર્થીઓમાં વધતો સ્ટ્રેસ તેની પ્રગતિ રોકી શકે છે

સંજીવની
સંજીવની

પ્રમોશન પ્રોબ્લેમ ક્રીએટ કરી શકે ! સ્વાભાવિક છે કે જેમ ઉંમર વધે તેમ વિચાર શક્તિ વધે, વિચાર બદલાય વિચારોમાં પુખ્તતા આવે, વિચારો પુરાં કરવા, વિચારેલું મેળવવા મન અધીરૂં થાય અને તેમાંય યુવાવસ્થાની તો વાતો જ ન્યારી હોય. મન એક સાથે ઘણું મેળવવા જાતજાતના સપના જાેવે છે અને જીવનમાં સેટ થવાના પ્રયત્નો શરૂ કરે છે. સામાન્ય રીતે દરેક પહેલા કામકાજમાં, બીઝનેસમાં સેટ થાય અને ત્યાર પછી જીવનસાથી શોધી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે.આજના ફાસ્ટ જમાનામાં કેટલાય યુવક યુવતીઓ કોલેજ કાળ દરમ્યાન જ જીવનસાથી થવાનું નક્કી કરી લેતા હોય છે અને ગ્રેજયુએશન પુરૂં કરી કામમાં સેટ થાય છે. આજના યુવાનો હોંશિયાર છે બુધ્ધિશાળી છે, પરીસ્થિતિને સારી રીતે સમજે છે. ભવિષ્યનો વિચાર કરે છે,પ્રોપર પ્લાનીંગ સાથે જીવનમાં આગળ વધે છે. કેમ કે આજનું જનરેશન પહેલા કરતાં વધુ સ્માર્ટ છે, વધુ રીસપોન્સીબલ છે, અમુક અપવાદો છોડીને.

આજના જમાનાના યુવાનોમાં ઓછા વધતા પ્રમાણમાં પરદેશની અમુક અસરો આવી છે. પોતાની જીંદગી અંગેના દરેક નિર્ણયો પોતાની રીતે, પોતાની પસંદગી પ્રમાણે લેવાના, જેમાં અમુક બાબતો યોગ્ય હોય તો કોઈ ભુલ ભરેલી હોવા છતાં પોતાનો નિર્ણય પકડી રાખે છે.
એક દિવસ બપોરે અમે જમવાનું પુરૂં કરી જનરલ ડીસ્કશન કરતાં હતા ત્યાં જ પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં કોઈ એન્ટર થયાનો અવાજ આવ્યો અને બીજી મીનીટે રીસેપ્શન પરથી ડૉ.કૌશલને કહ્યું, અનુપમભાઈ અત્યારે જ બી.કુમાર સરને મળવા માગે છે તે સરના ફ્રેન્ડ છે, તેમ કહ્યું. એટલે ડૉ.કૌશલે કહ્યું તેમને અહીં મોકલી છે, તરત અનુપમભાઈ આવ્યા. પાંચ સાત વર્ષ પછી મળ્યા, આવતાંની સાથે કહ્યું, સારૂં હું ખોટા ટાઈમે આવ્યો છું પણ વાત જ એવી બની છે જેમાં મને તમારી હેલ્પની જરૂર છે. તેમને બેસાડયા, શાંતિથી વાત કરવા જણાવ્યું. ડૉ.જલપા પણ અમારી સાથે જ હતા.

અનુપમભાઈએ વાત કરતાં જણાવ્યું કે તમે જાણો જ છો કે મારે બે દિકરા છે મોટો અરમાન અને નાનો સમીર. અરમાન ગ્રેજ્યુએટ થઈ જાેબ ગોતતો હતો તેને અમારી ઈલેકટ્રીક એપ્લાયન્સીસની દુકાનમાં રસ ન હતો. જાેબનો મેળ નહોતો પડતો. એક દિવસ રાત્રે તેણે કહ્યું કે મારી સાથે કોલેજમાં સ્ટડી કરતી હતી એ તૃપ્તિ મને ગમે છે. તમે બધાએ તેને જાેઈ છે. હું જાેબમાં સેટ થાઉં પછી જ આ વાત કરવાનો હતો પણ તૃપ્તિના પેરેન્ટસ તેના માટે છોકરા ગોતવા લાગ્યા છે. એટલે અમે નક્કી કર્યું કે, પેરેન્ટસને વાત કરી દઈએ. તૃપ્તિને ગયા મહીને જ બેંકમાં જાેબ મળી છે. આ વાત સાંભળી આંચકો લાગ્યો પણ પછી વિચાર કરતાં અમને લાગ્યું કે, તૃપ્તિ સારી છે બંને સાથે ભણ્યા છે એટલે એકબીજાના પરીચયમાં છે. તે બંનેયની ખુશીમાં જ અમારી ખુશી છે. એટલે અમે તૃપ્તી માટે હા પાડી.તૃપ્તિના પેરેન્ટસે પણ સંમતિ આપી. બંનેવ ખુશ હતા. તુરંત એગેંજમેન્ટ કર્યું ને બીજે દિવસે જ અરમાનને એક કંપનીનો જાેબ માટેનો એપોઈન્ટમેન્ટ લેટર આવ્યો.

તૃપ્તિ લક્કી સાબીત થઈ. અરમાન અને તૃપ્તિ પોત પોતાના જાેબમાં સેટ થતાં આર્યસમાજ વિધિથી મેરેજ કરાવ્યા. મને થોડી રાહત થઈ.. અનુભવ અને પ્રમોશન મળ્યું, કંપની તરફથી ફલેટ પણ મળ્યો પણ બેમાંથી કોઈની ત્યાં જવાની ઈચ્છા નહોતી પણ જાે ત્રીસ દિવસમાં જાે પઝેશન ન લે તો બીજા ઓફિસર લેવલનાને તે આપી દે આ ફલેટ અંંધેરીમાં અરમાનની ઓફિસથી નજીક હતો અને તૃપ્તિ પાર્લા ઈસ્ટ બ્રાન્ચમાં હતી. બંનેનો ટ્રાવેલીંગ ટાઈમ ઘણો બચે એટલે તે ફલેટનું પઝેશનલીધું અને અમે બધા ત્યાં શીફટ થયા. બોરીવલીમાં જ ઘર અને દુકાન એટલે મારી ટ્રાવેલીંગ કરવાની જરૂર જ ન પડતી. વર્ષોથી મારી મુસાફરીની ટેવ છુટી ગઈ હતી એટલે મને ન ફાવતા અમે ત્રણે પાછા બોરીવલીના અમારા ઘરે આવી ગયા. અરમાન અને તૃપ્તિ હવે સેટ થઈ ગયા હતા. અવારનવાર વીક એન્ડમાં તહેવારોમાં એ લોકો બોરીવલી આવતા.

એક દિવસ તૃપ્તિએ તેને બેંકમાંથીઆપેલો લેટર અરમાનને આપ્યો. લેટર વાંચી અરમાન સ્તબ્ધ થઈ ગયો. વાત ખુશીની હતી છતાં તે બંને માટે આઘાતકજનક હતી. તૃપ્તિને પ્રમોશન મળ્યું અને પહેલી તારીખથી તેણે ઔરંગાબાદ જાેબ જાેઈન્ટ કરવાની હતી. બેંકે રહેવા માટે ફલેટ પણ આપ્યો હતો. અરમાન અને તૃપ્તિ ઔરંગાબાદ ગયા. અરમાન ત્યાં અઠવાડીયું રોકાયો. બધું સેટ થતાં પાછો આવી કામે લાગ્યો. અરમાન અને તૃપ્તિની રોજ વાત થતી અમે પણ વાત કરતા હતા છતાં બેય ઉદાસ રહેતા કોઈ ગમે નહીં, ખાવું પીવું પણ ભાવે નહીં, બંને મનોમન મુંઝાયેલા રહેતા. શું કરવું તે સમજાતું ન હતું. તૃપ્તિ સાવ અજાણ્યા શહેરમાં એકલી રહેતી એટલે ઘરના બધાને તેની સતત ચિંતા રહેતી. બધા કાંઈક રસ્તો શોધવા પ્રયત્ન કરતા હતા. મેરેજની સેકન્ડ એનીવર્સરી આવે તે પહેલાં તો બંનેવને જુદાઈનો સામનો કરવો પડયો. શનીવારે રાત્રે કે રવિવારે સવારે અરમાન બોરીવલી આવી જતો એટલે થોડો ફ્રેશ થઈ જતો પણ તૃપ્તિ માટે રોજ સાંજે સાત પછીનો અને રવિવાર તેને બહુ મોટો લાંબો લાગતો. ઘરના કામમાં થોડો સમય નીકળતો પણ પછી શું કરવું ? સરવન્ટ સાથે કેટલી વાત કરે ? ત્યાં પોતાનું કહી શકાય તેવું કોઈ ન હતું. જેમ તેમ મહીનો પુરો થયો.

પ્રમોશનનો આનંદ એક દિવસ પણ ન અનુભવી શકી.વધારા સાથેની સેલરી એકાઉન્ટમાં જમા થવા છતાં તેનોય આનંદ ન હતો.તૃપ્તિએ વાત કરતાં અરમાનને કહ્યુંકે એકાઉન્ટમાં રૂપિયા વધ્યા પણ જીવન સાવ ખાલીખમ થઈ ગયું છે તેમ લાગે છે. આ રૂપિયા શું કામના ? બે દિવસ પછી તૃપ્તિની સરવન્ટનો ફોન આવ્યો કે ગઈકાલ રાતના દશેક વાગ્યાથી બે ડીગ્રી ટેેમ્પરેચર છે. રાત્રે ડૉકટરને બોલાવ્યા હતા. દવા અને ઈંજેકશન આપ્યા પછી થોડીવાર સારૂં હતું પછી પાછું ટેમ્પરેચર વધ્યું છે.રાતથી રડે છે. કહે છે મને જલદી લઈ જાવ. હું ગાંડી થઈ જઈશ અરમાને વહેલી સવારે અમને આ સમાચાર આપ્યા અને તરત ગાડી લઈ તૃપ્તિને લેવા ઔરંગાબાદ જવા નીકળ્યો. ડૉકટર આવીને ઈંજેકશન અને દવા આપી ગયા હતા. અરમાન પહોંચતાં જ તૃપ્તિમાં જીવ આવ્યો થોડી શાંતિ થઈ ત્યાં બેંકમાં સમાચાર મળતા સ્ટાફમાંથી તૃપ્તિની ખબર પુછવા અને હેલ્પ કરવા આવેલા તેમને જ સીકલીવનો લેટર આપી તૃપ્તિને લઈને મુંબઈ આવ્યો.અહીં આવ્યા પછી અમારા ફેમીલી ડૉકટરની દવાથી તાવ તો જતો રહ્યો પણ તૃપ્તિ મનથી હજી એકલતા અનુભવે છે, સુનમુન રહે છે,

ખાવા પીવાનું પરાણે લે છે, કહેવા પુરતું જેને લીધે વીકનેસ છે અમારા બધાથી નારાજ છે. કહે છે કે મને એકલી મોકલીદીધી.તૃપ્તિને લીધે અરમાન પણ ખુબ ડીસ્ટર્બ છે. તૃપ્તિને તમારી સીટીંગ જ નોર્મલ કરી શકે તેમ છે. અરમાન અને તૃપ્તિને બોલાવ્યા ડૉ.જલપાએ તૃપ્તિ સાથે તેના પ્રોબ્લેમ અંગે વાત કરી. ડૉ.કૌશલે પણ તૃપ્તિ તથા અરમાન સાથે વાત કરી. સવાલ જવાબ કર્યા. ડૉ.જલપા અને ડૉ. કૌશલ સાથેની વાતથી તૃપ્તિનો કોન્ફીડન્સ વધ્યો તેને લાગ્યું કે હું ખરેખર નોર્મલ લાઈફ જીવી શકીશ. ડૉ.કૌશલે તૃપ્તિની જાેબ ટ્રાન્સફર કરવા એપ્લીકેશન કરવા જણાવ્યું. તૃપ્તિને કોઈ સંજાેગોમાં પાછા ઔરંગાબાદ નથી જાવું,ટ્રીટમેન્ટ પછી સારા થયા પછી તેને અહીં જ રહેવું છે તેમ જણાવ્યું. ડૉ.કૌશલ અને ડૉ.જલ્પાએ કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ તથા સીટીંગ (ટ્રીટમેન્ટ)ની પ્રોસીજર વિશે વિગતવાર સમજાવી સીટીંગ માટેનો ટાઈમ નક્કી કરી પેપર ફોર્માલીટી પુરી કરી ડૉ.જલપાએ તૃપ્તિની સીટીંગ શરૂ કરી. તૃપ્તિ ડીસ્ટર્બ હતી પણ જલદી સારા થવાની ઈચ્છાને લીધે પેહલા દિવસથી જ ખુબ સારો રીસપોન્સ આપ્યો. જેને લીધે પહેલી સીટીંગથી જ ઈપ્રુવમેન્ટ અનુભવવા લાગી. ત્રણ સીટીંગમાં ખાવા પીવાનું, વાતચીત નોર્મલ થઈ ગઈ. પાંચ સીટીંગ પુરી થતા તેનો કોન્ફીડન્સ ડેવલપ થવા લાગ્યો. પ્રેકટીકલ થવા લાગી તેની એકલતા દુર થઈ ગઈ અને આઠ સીટીંગ પુરી થતાં તૃપ્તિપહેલા કરતાં વધુ સારા મુડમાં આવી ગઈ એટલે નારાજગી પણ જતી રહી. હવે તે દરેક પ્રકારના સંજાેગોને, પહોંચી વળવા કેપેબલ થઈ ગઈ. આમ માત્ર આઠ સીટીંગે તૃપ્તિને રાઈટ ડીસીઝન લઈ તેને હન્ડ્રેડ પરસન્ટ ફોલો કરવા મેન્ટલી અને ફીઝીકલી સ્ટ્રોંગ તથા વધુ એકટીવ કરી દીધી. અનુપમભાઈએ બધાનો આભાર માન્યો. તૃપ્તિ અને અરમાને રાઈટ ગાયડન્સ અને ટ્રીટમેન્ટ બદલ ડૉ. કૌશલ અને ડૉ.જલપાનો આભાર માની સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા તૈયારી બતાવી. દરેક પ્રકારના માનસિક રોગો, આઘાત, ડર, વ્યર્થ ચિંતા દુર કરવા, માનસિક શાંતિ મેળવવા મળો.

ડૉ.જલપાએ પુછયું કેટલા વર્ષથી ચોરી કરો છો અને શું કામ ? ખુશ્બુએ નિખાલસતાપુર્વક કહ્યું ત્રણ વર્ષથી પણ પંદર વીશ દિવસે તો કયારેક મહીને એકાદ વાર જ કાંઈ લઈ આવું છું.. કોલેજમાં રૂઆબ પાડવા, વધુ બેટરને કેપેબલ છું તે બતાવવા. ડૉ.જલપાએ સમજાવતાં કહ્યું કે દરેક માણસ તેના સારા કામથી સારા વ્યવહારથી ઓળખાય છે. તમે જેટલા સારા દેખાવ છો તેટલા સારા કામ કરો. ડૉ.કૌશલે કહ્યું સ્ટડી અને અધર એકટીવીટીમાં વધુ ઈપ્રુવડ થઈ. કોલેજમાં બેસ્ટ સ્ટુડન્ટની છાપ ઉભી કરી. વધુ પર્સન્ટેજ લાવો, દરેક કોમ્પીટીશીનમાં ફર્સ્ટ પ્રાઈઝ લાવવામાં અને આ બેડ હેબીટમાંથી મુકત થવામાં કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી તમારામાં આ દરેક અને બીજી અનેક ઈપ્રુવમેન્ટો લાવી શકો છો.ડૉ.જલપા અને ડૉ. કૌશલની વાતમાં ખુશ્બુને રસ પડયો એટલે તેણે ટ્રીટમેન્ટ કરાવવા તૈયારી બતાવી. ડૉ.જલપાએ સીટીંગની પ્રોસીજર સમજાવી. બાર દિવસ રોજ સીટીંગ માટે રેગ્યુલર આવવા જણાવી સીટીંગ માટેના ટાઈમ નક્કી કરી સીટીંગ શરૂ કરી. ખુશ્બુને શરૂઆતમાં આ સીટીંગ સાવ સીમ્પલ લાગી પણ સીટીંગ પુરી થતાં વધુ ઈફેકટીવ લાગી.

માઈન્ડ અને બોડીમાં અનોખું રીલેકસેશન અનુભવ્યું બીજા દિવસથી જ તેનું કોપરેશન વધી ગયું. રેગ્યુલર સીટીંગ લેતાં ખુશ્બુનો સ્ટડીમાં ઈન્ટરનેટ વધતો ગયો, મેમરી ઈપ્રુવ થવા લાગી ધીરે ધીરે ખોટું બોલવાનું અને કોઈની પણ વસ્તુ લઈ લેવાની ઈચ્છા ઓછી થવા લાગી. આ સીટીંગમાં સારો એવો ચેંજ આવતા કલીનીકલ હીપ્નોથેરાપી, માઈન્ડ પ્રોગ્રામીંગ અને ડૉ. જલપા તથા ડૉ.કૌશલ પરનો વિશ્વાસ વધી ગયો. તેમના દરેક શબ્દો સાર્થક લાગવા માંડયા અને બાર સીટીંગ પુરી થતાં નેચર તેનું થીકીંગ બદલાઈ ગયું. હવે વધુ પોલાઈટ અને રીસ્પોન્સીબલ પણ ઘરમાં, કોલેજમાં કુટુંબમાં તે વધુ સારી રીતે મીકસ થતા તેની વેલ્યુ વધવા લાગી અને અજાણતા પડેલી બેડ હેબીટમાંથી પણ મુકત થતા ખુશ્બુની તથા તેના પેરેન્ટસની ભવિષ્યની ચિંતા ટળતા ડૉ.જલપા અને ડૉ.કૌશલના નોલેજને તેમના કન્વીસીંગ પાવરને બીરદાવી આભાર વ્યકત કર્યો. દરેક જાતના માનસિક મનોશારીરિક પ્રોબ્લેમના સોલ્યુશન માટે સંપર્ક કરો.
-બી.કુમાર-ડૉ.કૌશલ બી.શાહ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.