માનસિક મુંઝવણોમાંથી મુકત કરતી હિપ્નોથેરાપી : ભાગ- 2

સંજીવની
સંજીવની

એમ કહેવાય છે કે,દુખોના દાવાનળ પછી સુખનો સુરજ અવશ્ય ઉગતો હોય છે.દરેક માણસોના જીવનમાં ગમે ત્યારે ઉતાર-ચઢાવ આવતા હોય છે.સારા ખરાબ પ્રસંગોની હારમાળા એ જ જીવનનો ક્રમ છે તેવી જ રીતે દરેકના જીવનમાં ભુતકાળની યાદો ભરી પડી હોય છે.કોઈ પાસે સારી તો કોઈ પાસે ખરાબ યાદો-પ્રસંગોનો ભંડાર હોય છે.ભાગ્યે જ કોઈ માણસ એવો હોઈ શકે જેની પાસે ભુતકાળની યાદો,પ્રસંગોનો ખજાનો ન હોય. હા એવા ઘણા માણસો જાેવા મળે છે જે સુખદુઃખને જીરવી જાણે છે.સ્વાભાવિક છે કે સુખ તો સૌને સારૂં જ લાગે છે.પછી તે

ગમે તે પ્રકારનું સુખ હોય એવા માણસોની કમી નથી જેમને દુઃખ વિશેના વિચારો કે તેની કલ્પના પણ ભયભીત કરી મુકે છે, વાસ્તવિકતાને જાણ્યા વગર, સમજ્યા વગર નાહક દુઃખી થાય છે અને ઘરના તમામ સભ્યોને પણ દુઃખી કરતા હોય છે.
એક સાંજે સુરેન્દ્રભાઈએ આવી તેમની વાઈફ સુજાતાબેનનો પરિચય કરાવી કહ્યું કે, આ છે મારી દિકરી લેખા અને જમાઈ અમનકુમાર જે અમને તમારી પાસે લાવ્યા છે.પરિચય પુરો થતાલેખા અને તેના પપ્પાને અમારે ત્યાં લાવવાના કારણોની શરૂઆત કરતાં કહ્યું કે, મારા પપ્પા પહેલેથી જ ઢીલા છે,બીકણ છે, હું નાની હતી ત્યારે મને એકલી કયાંય ન જવા દેતા. આજે મારા લગ્નના ચાર વર્ષ પછી પણ જાે હું એકલી મારા ઘરે જવા નીકળું તો તે અચૂક મને મુકવા આવે.

પપ્પા ઘણીવાર વિચારોમાં એવા ખોવાઈ જાય છે કે જાણે ઉડી ઉંઘમાં સરી પડયા હોય, કયારેક વિચારો કરતા એટલા બધા દુઃખી થઈ જાય કે પ-૭ કલાકો સુધી તેની અસર પડે.તેમની ઉદાસીનું કારણ પુછીએ તો કહે એવું કાંઈ નથી પણ અમને લાગે છે કે તેમની તકલીફ વધી રહી છે એટલે અમે પૂછયું કે ઉદાસ હોય ત્યારે શું આખો દિવસ ઘરમાં બેસી રહે છે ? અમારા સવાલનો જવાબ આપતા તેમના જમાઈ અમનકુમારે કહ્યું કે,પપ્પાજી ગમે તેટલા ઉદાસ હોય તો પણ તેમના દરેક કામ વેલ ઈન ટાઈમ કરે છે.કામ બાકી નથી રાખતા કે ઘરમાં સુતા નથી પણ તેમની ઉદાસીની અસરો તેમના ચહેરા પર દેખાય છે.તો કયારેક પરાણે કામ પુરૂં કરતાં હોય એવું લાગે છે.જાેકે તેમના કામ માટે ગમે ત્યાં એકલા જાય છે, સર હમણાં પપ્પાજીનો સ્વભાવ બદલાતો જાય છે અને ગુસ્સો તો ચોવીસે કલાક જાણે સાથે લઈને જ ફરે છે.

દિકરી જમાઈને સાંભળ્યા પછી ડૉ.કૌશલે સુજાતાબેનને પુછયું કે આ સિવાય તમારે કાંઈ કહેવું છે ?સુજાતાબેને થોડો વિચાર કરી સુરેન્દ્રભાઈ સામે જાેઈ કહ્યું કે, મને લાગે છે કે હવે તેમના સ્વભાવને લીધે તેમની ઉંઘ ઉડી ગઈ છે,ખોરાક ઓછો થઈ ગયો છે, કોઈને ત્યાં જવું આવવું ગમતુંનથી.કયારેક એમ પણ લાગે છે કે તેમનો સેલ્ફ કોન્ફીડન્સ ઘટી ગયો છે, અમારા સમાજના કાર્યક્રમમાં તમને બંનને જાેયા હતા, સાંભળળ્યા હતા, તમારા હિપ્નોટીઝમનો પાવર જાેયો હતો એટલે અમે તમારી પાસે આવ્યા છીએ.મારા મીસ્ટર બરાબર થઈ જશે ને ? એ દવા લેવાના આળસુ છે.

તમે લોકો વગર દવાએ ટ્રીટમેન્ટ કરી બધાને સારા કરો છો એવું અનેકવાર સાંભળ્યું છે એટલે જ તમારી પાસે આવવા તૈયાર થયા.
સુજાતાબેને તેમની વાત પુરી કરી એટલે ડૉ. કૌશલે સુરેન્દ્રભાઈને પૂછયું કે તમને શું લાગે છે ? તમારી જે ફરીયાદો કરી છે તે સાચી છે ? આ સિવાય તમારે કાંઈ કહેવું છે ?એટલે સુરેન્દ્રભાઈએ કહ્યું કે મારી મોટા ભાગની તકલીફો આ લોકોએ તમને કરી છે.આ સિવાય મને એમ લાગે છે કે હું દરેકની વાતોમાં વધુ સેન્ટીમેન્ટલી રીએકટ કરૂં છુંસામેવાળાની વાત સાથે તરત જ સંમત થઈ જાઉં છું.મારી બુધ્ધિમત્તા પ્રમાણે તે વાત સાવ ખોટી હોય તો પણ હું તમને ‘ના’ નથી પાડી શકતો કે નથી કોઈ આરગ્યુમેન્ટ કરતો જેને હિસાબે મારે આર્થિક નુકશાન પણ ભોગવવું પડે છે.

એ સિવાય મારા ભુતકાળ એટલે મારૂં બાળપણ અને યુવાવસ્થાની શરૂઆતના થોડાક વર્ષો ખૂબ જ નબળા તથા દરેક પ્રકારની નાની મોટી તકલીફો અને દુખોથી ભરેલા હતા. જે વાતો, યાદો મારો પીછો નથી છોડતા.હું એ જુના વિચારોમાં ખોવાયેલો રહું છું,દુઃખી રહું છું, આજે કોઈ પ્રોબ્લેમ નથી પણ ભૂતકાળમાંથી બહાર નથી આવી શકતો. તમારી ટ્રીટમેન્ટથી મારો આ મેઈન પ્રોબ્લેમ દૂર થશે ખરો ? જવાબ ‘હા’ સાંભળી તેમના ચહેરા પર આનંદની લહેર જાેઈ સૌના ચહેરા પર સ્મીત ફરકયું.

સુરેન્દ્રભાઈના વાઈફ અને ડૉટરના કહેવા પ્રમાણે સુરેન્દ્રભાઈએ આજે પહેલીવાર મન ખોલીને અમારી સાથે વાત કરી અને તેમના પ્રોબ્લેમ સ્વીકાર્યા. એટલે સારવાર તરફ આગળ વધતા પહેલા ડૉ.કૌશલે આ પરિવારને હિપ્નોથેરાપી વિશેની વિગતવાર માહિતી આપી. તેમના મનમાં રહેલા દરેક પ્રશ્નોના સુંદર સમાધાનપૂર્ણ જવાબો આપી હિપ્નોથેરાપીના બેનીફીટ પરમેનેન્ટ મેળવવા માટે નિયમિત ટ્રીટમેન્ટ જેને અમે સીટીંગ કહીએ છીએ તે લેવી જાેઈએ અને મનમાં ઉદભવતા દરેક પ્રશ્નો પૂછી તેના જવાબ મેળવી મેન્ટલી કલીયર રહેવા સુચવ્યું.આ ઉપરાંત સીટીંગ્સ દરમ્યાન માત્ર ફીઝીકલ હાજરી જ નહીં મેન્ટલી કોપરેશન એટલે કે અમારા તરફથી આપવામાં આવતી દરેક સુચનાનો અમલ કરવાનો પ્રયત્ન કરવા જણાવ્યું.

આ સારવાર સુચનાઓ પર આધારીત હોઈ તેનો અમલ જેટલો વધુ સારો કરશે તેટલા વધુ ઝડપી ફાયદાઓ થશે અને ગણત્રીના દિવસોમાં સુરેન્દ્રભાઈ નોર્મલ અને પ્રેકટીકલ થવા લાગશે.આટલી વાત સાંભળતાં જ સુરેન્દ્રભાઈએ અત્યારથી જ ટ્રીટમેન્ટ શરૂ કરવા જણાવ્યું અને કહ્યું કે હવે મારી ધીરજ ખૂટી ગઈ છે.મારી રીકવેસ્ટ છે કે આજે અત્યારથી જ મારી ટ્રીટમેન્ટ શરૂ કરો.
જરૂરી પેપર ફોર્માલીટી પુરી કરી ડૉ.કૌશલે કહ્યું કે તમારામાંથી કોઈ એક ટ્રીટમેન્ટ દરમ્યાન ટ્રીટમેન્ટ રૂમમાં બેસવું હોય તો આવી શકો છો.પછી રોજ સુરેન્દ્રભાઈ એકલા આવે તો પણ ચાલશે અને તમારામાંથી કોઈ રોજ સાથે આવો તો તે પણ ચાલશે, સુનીતાબેને રોજ સાથે આવવા તૈયારી બતાવી.

ડૉ.કૌશલે સુરેન્દ્રભાઈની હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ થકી ટ્રીટમેન્ટ શરૂ કરી.ટ્રીટમેન્ટના પહેલા દિવસે દરેકના મનમાં જાતજાતના વિચારો આવે કે આ ટ્રીટમેન્ટ કેવી રહેશે, એકાગ્રતા ન જળવાય,બહારના અવાજાે હેરાન કરે વિગેરે તેમ છતાં પહેલા દિવસની સારવાર પુરી થતાં સુરેન્દ્રભાઈએ કહ્યું કે મન શાંતલાગે છે અને શરીર પણ હલકું લાગે છે એ વાતથી સુનીતાબેન, લેખા અને અમનકુમારનો ચહેરો ખીલી ઉઠયો.

સુરેન્દ્રભાઈને કંપની આપવા સુનીતાબેન સાથે આવતાં બંને સમયના પાક્કા એટલે સમયસર અને નિયમિત આવતા પાંચ દિવસની સારવાર પછી ડૉ. કૌશલે સુરેન્દ્રભાઈ અને તેમના વાઈફને પ્રોગ્રેસ રીપોર્ટ આપવા જણાવ્યું.સુરેન્દ્રભાઈ અને સુનીતાબેને જણાવ્યું કે, હવે ડર ઓછા થતા જાય છે પહેલા જેટલા વિચારોમાં નથી ખોવાતા કે હવે ઉદાસ પણ ઓછા રહે છે. અમને લાગે છે કે તમારી ટ્રીટમેન્ટ ખૂબ સારૂં પરિણામ આપી રહી છે અને એટલે જ બીજા ક્રમના આગળ પાછળ ગોઠવી તમારી પાસે નિયમીત પહોંચી જઈએ છીએ.
આજ સુધી માત્ર સાંભળેલું તેના કરતાં વધુ ફાયદાઓ અનુભવતા સુરેન્દ્રભાઈ ધીરે ધીરે નોર્મલ થવા લાગ્યા.

હિપ્નોથેરાપીની આ ટ્રીટમેન્ટથી હવે સુરેન્દ્રભાઈનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. ઉદાસીનતા અને ડર ઓછા થતા કામ વધુ સારી રીતે કરવા લાગ્યા.સીટીંગ પણ ચાલુ હોવાને લીધે રોજ સુરેન્દ્રભાઈ વધુ આરામ અને શાંતિના અનુભવ સાથે જીવનમાં આગળ વધવા લાગ્યા.
હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ થકી સુરેન્દ્રભાઈમાં દરેક જરૂરી પરિવર્તનો લાવી તેમના માઈન્ડને પોઝીટીવ થોટસ અને પોઝીટીવ એપ્રોચ માટે પ્રોગ્રામ કરતાં સુરેન્દ્રભાઈ વધુ ઉત્સાહી અને ભુતકાળની યાદો જે તેમને સતાવતી હતી તેમાંથી સંપૂર્ણ મુકત થઈ ગયા અને જીવનનો સાચો આનંદ લેવા લાગ્યા.

આમ અનેક વર્ષો જુની સમસ્યાઓમાંથી માત્ર થોડા દિવસોની સારવારે સૌના દિલ જીતી લીધા.આ હીપ્નોથેરાપી છે જ એવી કે જે દરેક માનસિક અને મનોશારીરિક તકલીફોમાં રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. આ અંગેની વધુ માહીતી કે સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા જવાબી પત્ર સાથે સંપર્ક કરો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.