તૂટતા લગ્નને જાેડતી કલીનીકલ હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

એમ કહેવાય છે કે લગ્ન એ લક્કડના લાડુ છે જે ખાય તે પસ્તાય, જે ન ખાય તે પણ પસ્તાય.મોટા ભાગના માણસોનું કહેવું છે કે જાે પસ્તાવાનું જ હોય તો આ લાડુ ન ખાઈને નાહક પસ્તાવું તેના કરતાં લગ્ન કરીને પસ્તાવું શું ખોટું છે? એટલીસ એક નવો અનુભવ મળશે, એવું પણ નથી કે જેટલા લગ્ન કરે છે તે બધા પસ્તાય છે, સહન લગ્નજીવન જીવતા દંપતિઓને ધ્યાનમાં રાખી તેમની સફળ જીવન યાત્રાના કારણો જાણી,સમજી, જીવનમાં ઉતારી પોતાની બુધ્ધિનો ઉપયોગ કરી,વધુ સારૂં, સફળ, સુખી અને સંતુષ્ટ લગ્નજીવન જીવવાની અપેક્ષા રાખવી એ સારી વાત છે. સારા વિચારો (પોઝીટીવ થોટસને વળગી રહેવું (ફોલો કરવા) અને પરસ્પર વિશ્વાસ એ સફળ લગ્નજીવનનું પહેલું પગથિયું છે.લગ્ન પહેલા એકબીજાને સમજવાની, કોપરેટ કરવાની, એકબીજાના પ્રેમમાં જીવવનની દરેક સવારને ઉજ્જવળ બનાવી સુખી જીવન જીવવાના વાયદા લગ્ન પછી કોઈ વર્ષોવરસ નિભાવે છે તો કોઈ થોડા વર્ષો તો અમુક માત્ર ગણત્રીના મહીનાઓમાં એકબીજાને કરેલા પ્રોમીસ ભુલી જાય છે.લગ્ન જીવનમાં ધરતીકંપ આવે છે જે પતિ-પત્નીમાં દૂરી,ડીસ્ટન્સ વધારે છે.અમુક કપલ વાસ્તવિકતા સમજી,સ્વીકારી પોતાની મેળે અથવા કોઈની મધ્યસ્થી ફરી એક થઈ જાય છે.થોડા એવા પણ હોય છે જે કોઈ વાત સમજવા,સ્વીકારવા કે કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર નથી હોતા આવા લોકો છેવટે સેપ્રેટ થાય છે.
દરેક મેડીકલ સેન્ટર એટલે પેશન્ટોની ફરીયાદ ખોલવા માટેનું સેન્ટર.જ્યાં પેશન્ટની ફરીયાદ સાંભળી તેમની યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે,પરફેકટ હેલ્થકેર સેન્ટરમ આવેલા ફેમીલીએ ડૉ.જલપા અને ડૉ.કૌશલને ઈન્ટ્રો આપતાં કહ્યું હું અવીનાશ,મારી વાઈફ લતીકા, સન અજીત, જમાઈ મીતેશકુમાર અને અમારી દિકરી ભાવના.જેના બે વર્ષ પહેલાં એરેન્જ મેરેજ કર્યા.કોઈના પણ ફોર્સ વગર બંનેને એકબીજાને ૧૦૦ ટકા પસંદ કર્યા પછી એંગેજમેન્ટ કર્યા, લગ્ન નહોતા આવતા એટલે બારી મહીના એ લોકોને હરવા ફરવાનો ટાઈમ મળ્યો.તે વખતે બંને મેરેજ કરવા ઉતાવળા હતા આજે એટલું જ ડીસ્ટન્સ વધી ગયું છે ભાવનાને હવે બધામાં ખોટ જ દેખાય છે.થોડા મહિનાઓ પહેલાં તે જેમની વાતો કરતા વખાણ કરતા થાકતી નહોતી તેને હવે ઘરના દરેક સાથે કોઈને કોઈ વાતે પ્રોબ્લેમ થવા લાગ્યો છે.ભાવનાને ખબર પડી કે તે પ્રેગનેન્ટ છે ત્યારથી તે એબોર્શન કરાવવા કહે છે.મીતેશકુમાર તેમના પેરેન્ટસ અને અમે પણ ના પાડી સમજાવી કે મેરેજને વર્ષ ઉપર થઈ ગયું છે.ડીલેવરી પહેલાં ત્રણ વર્ષ પુરા થઈ જશે.તે આરગ્યુમેન્ટ કરતાં કહે છે કે હું આવનાર બાળકને સંભાળવા મેન્ટલી તૈયાર નથી.હું કોઈ બંધન વધારવા નથી માગતી.ઓલરેડી હું ઘણા બંધનોમાં છું મારે લાઈફ એન્જાેયય કરવી છે,હરવું ફરવું છે આ બધી વાતોને લીધે તેના સ્વભાવમાં, વાતચીતમાં ઘણો ફરક પડી ગયો છે.એટલું જ નહીં તે ટાઈમસર ખાવાપીવાનું પણ ધ્યાન નથી રાખતી.ડૉ.જલપાએ ભાવનાબેનને પૂછયું કે શું તમે તમારી મેરેજ લાઈફથી હસબન્ડથી કે બીજી કોઈ વાતથી નારાજ છો ? ભાવનાબેને કહ્યું કે હું મારાથીજ વધારે નારાજ છું. મને ખબર નહોતી કે મેરેજ મારે માટે બંધન,રીસ્ટ્રીકશન બની જશે.પતિનું બંધન,સાસુનું બંધન,હું રીલીજીયસ છું, ધર્મમાં મને શ્રદ્ધા છે પણ એમાંય અમારે ત્યાં સ્પેશ્યલી ફીમેલે ઈન્ડીવીઝયુઅલી રોજ સવારે પૂજા, અર્ચના, ધુપ, દીપ કરવાના જ, રોજ નવકારવાળી (માળા) ગણવાની જ, કાંદા લસણ જેવી સામાન્ય વસ્તુ ઘરમાં નહીં લાવવાની. મને હતું કે એ લોકો નથી ખાતા એટલે નથી લાવતા. જમવાના ટાઈમમાં પણ રીસ્ટ્રીકશન, મારા સસરા અને મીતેશ સવારે ટીફીન લઈને જાય એટલે હું અને મારા સાસુ જમવામાં બાકી હોઈએ તેમને બપોરે બાર પહેલાં જમવાની ટેવ છે અને મને બપોરે દોઢ બે વાગ્યે.રાત્રે પણ આઠ વાગ્યા સુધીમાં જમવાનું પતી ગયું હોય જયારે મને રાત્રે દવા પછી જમવાની આદત હતી.આ બધામાં હું મેન્ટલી પુરી સેટ નથી તેમાં કોઈ બાળક એટલે મારી તો પુરેપુરી આઝાદી છીનવાઈ જાય એટલે જ મારે એબોર્શન કરાવવું છે.ડૉ.જલપાએ પૂછયું આવનાર બાળકથી તમને બીજાે કોઈ પ્રોબ્લેમ નથી.ના ઓન ધ કોન્ટ્રી આઈ લવ ચાઈલ્ડ.મને બાળકોગમે છે હું ‘મા’ બનવા ઈચ્છું છું પણ હમણાં હું મેન્ટલી તૈયાર નથી તેવું મને લાગે છે. ડૉ. કૌશલે કહ્યું કે જાે તમારૂં મેન્ટલ લેવલ બરાબર થઈ જાય, બેટર થઈ જાય તો ? ભાવનાબેને કહ્યું તો કદાચ વિચારી શકાય.
ડૉ.કૌશલે કહ્યું કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગથી તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે છે. ડૉ.જલપાએ ભાવનાબેનને સમજાવતાં કહ્યું કે, તમે મારી એક વાત માનો, દશ બાર દિવસ રોજ તમે ટ્રીટમેન્ટ સીટીંગ લો પછી તમને સારો લાગે તે નિર્ણય લો.જવાબમાં ભાવનાબેને જણાવ્યું કે, દશ બાર નહીં હું પંદર દિવસ તમારી પાસે આવી સીટીંગ લઈશ પણ પંદર દિવસ પછી હું જે ડીસીઝન લઈશ તે બધાએ માનવું, સ્વીકારવું પડશે. ભાવનાબેનની વાત સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા પણ ડૉ. કૌશલ અને ડૉ.જલપા સામે જાેઈ હાજર દરેકે તેમની આ વાતને માન્ય રાખી, એકસેપ્ટ કરી.ડૉ.કૌશલે કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશે ડીટેલમાં ઈન્ફર્મેશનો આપી સીટીંગની પ્રોસીજર કહી, સીટીંગ માટેનો ટાઈમ નક્કી કરતાં કહ્યું કે, રોજ ડૉ.જલપા સીટીંગ આપશે તે બીજા કલીનીકથી લેટ થશે ત્યારે હું સીટીંગ આપીશ જેથી ગેપ ન પડે અને તમને ધક્કો ન થાય.કોઈ એકે સાથે આવવું કંપની માટે.
નક્કી કરેલા સમય મુજબ ડૉ.જલપાએ ભાવનાબેનની સીટીંગ શરૂ કરી.ભાવનાબેનને શાંતિનો, આરામનો અનુભવ થવા લાગ્યો. રેગ્યુલર સીટીંગ શરૂ થતા તેમનું મન વધુ શાંત થતા ફ્રેશનેશ અનુભવવા લાગ્યા.ધીરે ધીરે તે પોઝીટીવ થતા ગયા એટલે દરેક બાબતો,મેટરના માઈનસ પોઈન્ટને બદલે પ્લસ પોઈન્ટ તરફ માઈન્ડ ડાયવર્ટ થવા લાગ્યું.સાત સીટીંગમાં તો ભાવનાબેનમાં સારો એવો ચેન્જીશ આવી ગયા.ડૉ. જલપા અને ડૉ.કૌશલે કહેલી બધી વાતો રીયાલીટીમાં બદલાવા લાગી હતી.પહેલા લાગતા દરેક બંધનોને પોતાની રીસ્પોન્સીબીલીટી સમજી કરવા લાગ્યા એટલે ઘરમાં દરેક સાથેના સંબંધો વધુ સારા થવા લાગ્યા. હવે ભાવનાબેન વાસ્તવિકતાઓને ઈઝીલી એકસેપ્ટ કરવા લાગ્યા.પંદર દિવસ પુરા થતા પહેલા તેમની માનસિક સ્થિતિ ખુબ સારી, પાવરફુલ થતાં ભાવનાબેને કહ્યું કે, હું દરેક સીચ્યુએશનને પહોંચી વળવા કેપેબલ છું મને ખાત્રી છે કે હું મારા આવનાર બાળકનો બેસ્ટ મોમ બની શકીશ.તેમણે ડૉ.જલપા અને ડૉ. કૌશલને કહ્યું તમે મારી લાઈફ ચેન્જ કરી દીધી.હું તમને કયારેય ભુલી નહીં શકું.ભાવનાબેનના હસબન્ડ અને પેરેન્ટસ પણ ડૉ.જલપા અને ડૉ. કૌશલાનો આભાર માનતાં કહ્યું, ભાવનાબેનને રાઈટ ટ્રેક પર ડાયવર્ટ કરી પોઝીટીવ કરી અમારી લાઈફ બદલી દીધી છે. સીમ્પલી યુ હેવ ડન અ ંગ્રેટ જાેબ,થેંકયુ વેરી મચ, હું બોથ ઓફ છું.માનસિક મનો શારીરિક રોગોની સારવાર કે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.