કુટેવો દુર કરતી કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ

સંજીવની
સંજીવની

એટલે મને ન ફાવતા અમે ત્રણે પાછા બોરીવલીના અમારા ઘરે આવી ગયા. અરમાન અને તૃપ્તિ હવે સેટ થઈ ગયા હતા. અવારનવાર વીક એન્ડમાં તહેવારોમાં એ લોકો બોરીવલી આવતા.
એક દિવસ તૃપ્તિએ તેને બેંકમાંથીઆપેલો લેટર અરમાનને આપ્યો. લેટર વાંચી અરમાન સ્તબ્ધ થઈ ગયો. વાત ખુશીની હતી છતાં તે બંને માટે આઘાતકજનક હતી. તૃપ્તિને પ્રમોશન મળ્યું અને પહેલી તારીખથી તેણે ઔરંગાબાદ જાેબ જાેઈન્ટ કરવાની હતી. બેંકે રહેવા માટે ફલેટ પણ આપ્યો હતો. અરમાન અને તૃપ્તિ ઔરંગાબાદ ગયા. અરમાન ત્યાં અઠવાડીયું રોકાયો. બધું સેટ થતાં પાછો આવી કામે લાગ્યો. અરમાન અને તૃપ્તિની રોજ વાત થતી અમે પણ વાત કરતા હતા છતાં બેય ઉદાસ રહેતા કોઈ ગમે નહીં, ખાવું પીવું પણ ભાવે નહીં, બંને મનોમન મુંઝાયેલા રહેતા. શું કરવું તે સમજાતું ન હતું. તૃપ્તિ સાવ અજાણ્યા શહેરમાં એકલી રહેતી એટલે ઘરના બધાને તેની સતત ચિંતા રહેતી. બધા કાંઈક રસ્તો શોધવા પ્રયત્ન કરતા હતા. મેરેજની સેકન્ડ એનીવર્સરી આવે તે પહેલાં તો બંનેવને જુદાઈનો સામનો કરવો પડયો. શનીવારે રાત્રે કે રવિવારે સવારે અરમાન બોરીવલી આવી જતો એટલે થોડો ફ્રેશ થઈ જતો પણ તૃપ્તિ માટે રોજ સાંજે સાત પછીનો અને રવિવાર તેને બહુ મોટો લાંબો લાગતો. ઘરના કામમાં થોડો સમય નીકળતો પણ પછી શું કરવું ? સરવન્ટ સાથે કેટલી વાત કરે ? ત્યાં પોતાનું કહી શકાય તેવું કોઈ ન હતું. જેમ તેમ મહીનો પુરો થયો. પ્રમોશનનો આનંદ એક દિવસ પણ ન અનુભવી શકી.વધારા સાથેની સેલરી એકાઉન્ટમાં જમા થવા છતાં તેનોય આનંદ ન હતો. તૃપ્તિએ વાત કરતાં અરમાનને કહ્યુંકે એકાઉન્ટમાં રૂપિયા વધ્યા પણ જીવન સાવ ખાલીખમ થઈ ગયું છે તેમ લાગે છે. આ રૂપિયા શું કામના ? બે દિવસ પછી તૃપ્તિની સરવન્ટનો ફોન આવ્યો કે ગઈકાલ રાતના દશેક વાગ્યાથી બે ડીગ્રી ટેેમ્પરેચર છે. રાત્રે ડાૅકટરને બોલાવ્યા હતા. દવા અને ઈંજેકશન આપ્યા પછી થોડીવાર સારૂં હતું પછી પાછું ટેમ્પરેચર વધ્યું છે. રાતથી રડે છે. કહે છે મને જલદી લઈ જાવ. હું ગાંડી થઈ જઈશ અરમાને વહેલી સવારે અમને આ સમાચાર આપ્યા અને તરત ગાડી લઈ તૃપ્તિને લેવા ઔરંગાબાદ જવા નીકળ્યો. ડાૅકટર આવીને ઈંજેકશન અને દવા આપી ગયા હતા. અરમાન પહોંચતાં જ તૃપ્તિમાં જીવ આવ્યો થોડી શાંતિ થઈ ત્યાં બેંકમાં સમાચાર મળતા સ્ટાફમાંથી તૃપ્તિની ખબર પુછવા અને હેલ્પ કરવા આવેલા તેમને જ સીકલીવનો લેટર આપી તૃપ્તિને લઈને મુંબઈ આવ્યો.અહીં આવ્યા પછી અમારા ફેમીલી ડાૅકટરની દવાથી તાવ તો જતો રહ્યો પણ તૃપ્તિ મનથી હજી એકલતા અનુભવે છે, સુનમુન રહે છે, ખાવા પીવાનું પરાણે લે છે, કહેવા પુરતું જેને લીધે વીકનેસ છે અમારા બધાથી નારાજ છે. કહે છે કે મને એકલી મોકલી દીધી. તૃપ્તિને લીધે અરમાન પણ ખુબ ડીસ્ટર્બ છે. તૃપ્તિને તમારી સીટીંગ જ નોર્મલ કરી શકે તેમ છે. અરમાન અને તૃપ્તિને બોલાવ્યા ડાૅ.જલપાએ તૃપ્તિ સાથે તેના પ્રોબ્લેમ અંગે વાત કરી. ડાૅ.કૌશલે પણ તૃપ્તિ તથા અરમાન સાથે વાત કરી. સવાલ જવાબ કર્યા. ડાૅ.જલપા અને ડાૅ. કૌશલ સાથેની વાતથી તૃપ્તિનો કોન્ફીડન્સ વધ્યો તેને લાગ્યું કે હું ખરેખર નોર્મલ લાઈફ જીવી શકીશ. ડાૅ.કૌશલે તૃપ્તિની જાેબ ટ્રાન્સફર કરવા એપ્લીકેશન કરવા જણાવ્યું. તૃપ્તિને કોઈ સંજાેગોમાં પાછા ઔરંગાબાદ નથી જાવું,ટ્રીટમેન્ટ પછી સારા થયા પછી તેને અહીં જ રહેવું છે તેમ જણાવ્યું. ડાૅ.કૌશલ અને ડાૅ.જલ્પાએ કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ તથા સીટીંગ (ટ્રીટમેન્ટ)ની પ્રોસીજર વિશે વિગતવાર સમજાવી સીટીંગ માટેનો ટાઈમ નક્કી કરી પેપર ફોર્માલીટી પુરી કરી ડાૅ.જલપાએ તૃપ્તિની સીટીંગ શરૂ કરી. તૃપ્તિ ડીસ્ટર્બ હતી પણ જલદી સારા થવાની ઈચ્છાને લીધે પેહલા દિવસથી જ ખુબ સારો રીસપોન્સ આપ્યો. જેને લીધે પહેલી સીટીંગથી જ ઈપ્રુવમેન્ટ અનુભવવા લાગી. ત્રણ સીટીંગમાં ખાવા પીવાનું, વાતચીત નોર્મલ થઈ ગઈ. પાંચ સીટીંગ પુરી થતા તેનો કોન્ફીડન્સ ડેવલપ થવા લાગ્યો. પ્રેકટીકલ થવા લાગી તેની એકલતા દુર થઈ ગઈ અને આઠ સીટીંગ પુરી થતાં તૃપ્તિપહેલા કરતાં વધુ સારા મુડમાં આવી ગઈ એટલે નારાજગી પણ જતી રહી. હવે તે દરેક પ્રકારના સંજાેગોને, પહોંચી વળવા કેપેબલ થઈ ગઈ. આમ માત્ર આઠ સીટીંગે તૃપ્તિને રાઈટ ડીસીઝન લઈ તેને હન્ડ્રેડ પરસન્ટ ફોલો કરવા મેન્ટલી અને ફીઝીકલી સ્ટ્રોંગ તથા વધુ
એકટીવ કરી દીધી. અનુપમભાઈએ બધાનો આભાર માન્યો. તૃપ્તિ અને અરમાને રાઈટ ગાયડન્સ અને ટ્રીટમેન્ટ બદલ ડાૅ. કૌશલ અને ડાૅ.જલપાનો આભાર માની સેલ્ફ હીપ્નોટીઝમ શીખવા તૈયારી બતાવી. દરેક પ્રકારના માનસિક રોગો, આઘાત, ડર, વ્યર્થ ચિંતા દુર કરવા, માનસિક શાંતિ મેળવવા મળો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.