એસિટામિનોફેન લિવરને ગંભીર નુકસાન કરી શકે

સંજીવની
સંજીવની

અત્યારે સમય બહુ ઝડપી વિતે છે. લોકોને હવે ધીરજ રહી નથી. બીજી તરફ, દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. તેથી ડાૅક્ટરો ગમે તેટલા હોય, બધાનાં દવાખાનાં દર્દીઓથી ઉભરાતાં હોય છે. આથી સ્વાભાવિક છે કે ઘણા લોકોને મોડો વારો આવે. અને દવાખાનામાં માથું દુઃખતું હોય કે પગ દુઃખતા હોય ત્યારે બેસવું કઠિન હોય છે કારણકે દવાખાનામાં ક્્યારેક બાળકો પણ આવતાં હોય. તેમના રોવાનો અવાજ આવી સ્થિતિમાં સહન ન થાય. તો બાળકો ન હોય તો, મોટા લોકો વાતો કરતા હોય તે પણ સહન ન થાય.
કેટલાક લોકો એવું માનતા હોય છે કે ડાૅક્ટરને બતાવવા જઈશું તો પણ તેઓ આ જ પેઇનકિલર દવા આપવાના છે. તેની કરતાં આપણે જાતે જ ન લઈ લઈએ. અને જાે મેડિકલ સ્ટાૅરવાળો પ્રિસ્ક્રિપ્શનનનો આગ્રહ ન રાખનારો હોય તો તે દર્દીને એમ ને એમ જ દવા આપી દે છે. પરિણામે દર્દી જાતે આવી પેઇન કિલર લઈ લેતા હોય છે.
જાેકે આ દર્દશામક દવા તાત્કાલિક રાહત ભલે આપતી હોય, પરંતુ લાંબા ગાળે તેની ખરાબ અસર પડતી હોય છે. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધને આ વાતની ફરી પુષ્ટિ કરી છે. તેના સંશોધન મુજબ, એસિટામિનોફેન જે સામાન્ય દર્દશામક દવા તરીકે જાણીતી છે તે યકૃતની ગંભીર નિષ્ફળતા એટલે સાદી ભાષામાં કહીએ તો યકૃત કામ કરતું બંધ કરી શકે છે. લિવરમાં જઈને આ દવા એક નવા સંયોજનમાં ફેરવાઈ જાય છે. તે એમિનો એસિડમાં પ્રાૅટિન સાથે બંધ કરીને સિસ્ટીન બનાવે છે. આ સહસંયોજન બનવાની ઘટનાઓ થકી એસિટામિનોફેન ઝેરમાં ફેરવાય છે.
સંશોધનની વાત જાણતા પહેલાં એસિટામિનોફેન શું છે તે જાણીએ. એસિટામિનોફેન, ટાઇલેનાૅલ, એસ્પિરિન ફ્રી એનાસિન, એક્સેડ્રિન અને શરદીની અનેક દવાઓમાં રહેલું તત્ત્વ છે. તે દર્દશામક છે અને તાવ ઉતારનાર છે. કેટલીક દવાઓમાં એસિટામિનોફેન અન્ય ઘટકો સાથે રહેલું હોય છે.
લિવરમાં કોષનું ઊર્જા પૂરી પાડનાર તત્ત્વ હોય છે જેનું નામ છે મિટોચાૅંડ્રિયા. ઉપરોક્ત સિસ્ટીન આ મિટોચાૅંડ્રિયાનું કામકાજ બંધ કરી દે છે. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના સંશોધકોએ લિવરમાં પ્રાૅટિનને આ સંયોજન કઈ રીતે અસર કરે છે તે શોધી કાઢ્યું છે. તેમણે સિસ્ટિનના અવશેષો પર સુધારા કરીને બનાવાયેલ ગ્લુટાથાયોનાઇલેશનની તપાસ કરી, જેથી એસિટામિનોફેનની ઝેરની અસર જાણવા મળી શકે. તેમણે ગ્લુટાથાયોનાઇલેશન પ્રાૅટિનને એકલા પાડવા અને તેને ઓળખવા માટે નવો અભિગમ અપનાવ્યો. પછી એસિટામિનોફેન દ્વારા તેને કોષમાં લગાડ્યું.સંશોધકોને એમ પણ જણાયું કે એસિટામિનોફેનથી છૂટું પડતું તત્ત્વ ગ્લુટાથાયોનાઇલેશન બનાવે છે. આનાથી આ દવા દ્વારા જે આડઅસર થાય છે તેના માટે નવી રીત જાણવા મળી. સામાન્ય રીતે ગુલ્ટાથાયોન સિસ્ટીનના અવશેષોમાં ઉમેરવામાં આવે છે જેથી તણાવભરી સ્થિતિ હેઠળ ઑક્સિજનના નુકસાનથી તેમને બચાવી શકાય. આ સુધારાથી મિટોચાૅન્ડ્રિયલમાં સામેલ પ્રાૅટિનને અસર થાય છે અને સરવાળે પાચનની ક્રિયાને નુકસાન થાય છે. આ સંશોધનથી એ વાત સમજાય છે કે જાે આ દવા મોટા પ્રમાણમાં લેવાતી હોય તો તેનાથી કેટલી ખરાબ અસર થઈ શકે છે. તેનાથી ઉત્સેચકો વિકલાંગ થઈ જાય છે. આ શોધ માૅલેક્્યુલર એન્ડ સેલ્યુલર પ્રાૅટિયોમિક્સમાં પ્રસિદ્ધ થઈ હતી.આ અગાઉ અમેરિકાના એફ.ડી.એ. (ફૂડ એન્ડ ડ્રગ્સ ઍડિ્‌મનિસ્ટ્રેશન)એ ભલામણ કરી હતી કે એસિટામિનોફેનને કેટલીક મર્યાદામાં લેવું જાેઈએ. આ મર્યાદામાં પેઇનકિલર જેવી કે પર્કોકેટ અને વાઇકોડિનને બજારમાંથી હટાવી દેવાની વાત છે. આનું કારણ એ છે કે વધુ પડતી એસિટામિનોફેન લેવાથી યકૃતને નુકસાન થવાનું જાેખમ રહેલું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.