અજ્ઞાત ડર (અનનોન ફીયર) દૂર કરી શકાય છે

સંજીવની
સંજીવની

આજે બધા કલ્પનાના આકાશમાં ઉડે છે, ઉડવું કોને ના ગમે ? કોઈ વાતચીતમાં ઉડે છે તો કોઈ વર્તનમાં, વ્યવહારમાં આ તો થઈ મોટેરાઓની વાત.આજના બાળકો પણ ઉડવામાં મોટેરાઓને પાછળ મુકી દે છે. વાતોમાં, વર્તનમાં, સ્પોર્ટસમાં અને હીલ સ્ટેશને ફરવા ગયા હોય ત્યારે આકાશમાં એટલે પેરાગ્લાઈડીંગ કરી ઉડવાનો સાચો આનંદ માણે છે.
ગરીબ બાળકો ઉંચે આકાશમાં ઉડતા વિમાન જાેઈ રાજી થાય છે અને સુખી ઘરના બાળકો વિમાનમાં ફલાઈટમાં બેસી ઉડવાનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. વિમાનમાં કોઈ ઉડે કે ન ઉડે પણ મોટા ભાગના બધા વિચારરૂપી ફલાઈટમાં રોજ લાંબી ઉડાન ભરતા હોય છે.જેને માટે નથી પાસપોર્ટની જરૂર, નથી વિઝાની જરૂર નથી કોઈ એરલાઈન્સની ટીકીટની જરૂર.છતાં ઉડવું હોય તેટલું ઉડતા રહો.હજારો માણસો મેલ, ફીમેલ રેગ્યુલર ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ ફલાઈટમાં એક શહેરમાંથી બીજા શહેરમાં કે એક દેશમાંથી બીજા દેશમાં જતા હોય છે. જેમની લાઈફનો મોટા ભાગનો ટાઈમ પ૦ ટકા કે ઓછો વધુ ફલાઈટમાં જતો હોય છે.
એક સાંજેત્રણ સ્માર્ટ છોકરીઓ પરફેકટ હેલ્થકેર સેન્ટરમાં આવી રીસેપ્શનમાં વાત કરી.ત્રણે બેઠા. અમુક દિવસો એવા નક્કી કરી રાખ્યા છે.જયારે હું ડૉ.કૌશલ અને ડૉ.જલપા સાથે બેસી કન્સલ્ટીંગ કરીએ છીએ જે કન્સલ્ટીંગ ચાલુ હતું તે પુરૂં થતાં આ ત્રણે છોકરીઓ કેબીનમાં સેન્ટર થઈ તેમાંની એક ઈન્ટ્રુકશન આપતાં કહ્યું હું તાન્યા આ પ્રિયંકા અને આ શિવાની. અમે ત્રણેય એરહોસ્ટેસ છીએ.એક મેગેઝીનમાં તમારો આર્ટીકલ વાંચ્યો હતો.જેમાં તમારૂં એડ્રેસ અને સેલ નજર હતા અમે ત્રણે એક જ એરલાઈનમાં સાથે કામ કરીએ છીએ અને સાથે જ રહીએ છીએ.છેલ્લા બે મહીનાથી શીવાની બહુ અપસેટ રહે છે.આમ તો બધી વાત કરતી હોય છે.આ વખતે જાેબ છોડી બેંગલોર તેના પેરેન્ટસ પાસે જવાનુંકહે છે પણ કારણ નથી કહેતી. હમણાં ફલાઈટ પર પણ રેગ્યુલર નથી આવતી.બે ત્રણ વાર ડૉકટર સાહેબ પાસે જઈ દવાઓ લાવી અને લીધી છતાં તે અપસેટ છે.પહેલા તે લોંગ રૂટની ફલાઈટ પસંદ કરતી આજે ડોમેસ્ટીક ફલાઈટ પણ એવોઈડ કરે છે.
લાસ્ટવીક અમે તેને ફોર્સ ફુલી એલ.એ. (લોસ એન્જલીસ)ની ફલાઈટમાં ડયુટી પર લઈ ગયા જેવી ફલાઈટ ટેક ઓફ થઈ તે સીટ સાથે જકડાઈ ગઈ, ધ્રુજવા લાગી પરસેવો થઈ ગયો તેનો ફેઈસ બદલાઈ ગયો સીટ બેલ્ટ બાંધેલો હતો છતાં બંને હાથથી હેન્ડલને પકડી રાખ્યા હતા.કાંઈ પુછીએ તો મોંઢુ હલાવીને જવાબ આપતી તેને ફ્રુટ જયુસ પીવરાવી આંખો બંધ કરી સુઈ જવા કહી અમે કામે લાગ્યા.બે ત્રણ કલાકની ઉંઘ કર્યા પછી તેને પુછયું કેમ લાગે છે ? શીવાનીએ કહ્યું કે મારો જીવ ગભરાય છે મને એટલું સારૂં સ્વીમીંગ નથી આવડતું. મારે જીવવું છે અમને થયું કે તબિયત બરાબર ન હોવાને લીધે કાંઈ પણ બડબડ કરે છે. એલ.એ. પહોંચી ડૉકટરને બતાવ્યું તેમણે કહ્યું તે ડરી ગઈ છે. દવા આપી નેકસ્ટ ડે તે રીટર્ન થવા તૈયાર ન હતી.ડૉકટર પાસે બીજી દવા આપી સાથે ઉંઘવા માટેની મેડીસીન આપી તે દવાઓ આપી અમે તેને મુંબઈ લાવ્યા. ડૉ. કૌશલે શીવાનીને પુછયું એર હોસ્ટેસ બનવાનો આઈડીયા તમને કોણે આપ્યો ? શિવાનીએ કહ્યું સ્કૂલ લાઈફથી મારી ઈચ્છા હતી કે મોટી થઈ હું એરહોસ્ટેસ બનું.આખો વખત ફલાઈટમાં ફરૂં અને દુનિયા જાેવું. મારી ઈચ્છા પુરી કરવા જ મારા પેરેન્ટસે મને પરમીશન આપી.ઈન્ટરનેશનલ ફલાઈટમાં હું જાેબ એન્જાેઈ કરતી રહી.દેશ વિદેશમાં ફરતી હતી.હું ખુબ લક્કી છું. એટલે જ બધું સીધું ઉતર્યું ડૉ.કૌશલે પુછયું તમને ફલાઈટમાં જવા આવવાનો ડર કયારથી લાગે છે ? ત્રણ ચાર મહીનાથી શિવાનીએ કહ્યું, ડૉ.જલપાએ પૂછયું તમારે હિસાબે ડર લાગવાનું કારણ શું છે ? જવાબ આપતા શીવાનીએ કહ્યું મને ખબર નથી પણ ફલાઈટમાં જવાની વાત આવે.મારો ડયુટી શીડયુલ આવે એટલે મારા હાર્ટ બીટ વધી જાય છે.શરૂઆતમાં હું આ વાત પર ધ્યાન નહોતી આપતી પણ ધીરે ધીરે મારી બેેચેની વધવા લાગી.એરપોર્ટ પહોંચતાં પરસેવો થવા લાગ્યો.શરીરમાં ધ્રુજારી વધવા લાગી.છેલ્લા દોઢેક મહીનાથી તો મારા મોંઢામાંથી અવાજ પણ નથી નીકળતો. કાંઈ બોલવું હોય તો ખુબ મહેનત કરવી પડે છે.આ બધું ફલાઈટમાં મને જબરદસ્તીથી મોકલવામાં આવે કે લઈ જવામાં આવે ત્યારે જ થાય છે.જયારે ફલેટ પર હોવું એ કયાંય પણ બહાર ફરવા જઈએ, હોટલમાં જમવા કે કોઈ પાર્ટીમાં જતા મને કોઈ પ્રોબ્લેમ થતો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.