વિચિત્ર વર્તન કે આદતને કલીનીકલ હીપ્નોથેરાપીથી સુધારી શકાય

સંજીવની
સંજીવની

આદત જાણે માનવ જીવન સાથે એક યા બીજી રીતે જાેડાઈ ગઈ છે. બહુ ઓછા માણસો એવા જાેવા મળે છે જેમને કોઈ આદત ન હોય.જુદા જુદા માણસોમાં અલગ અલગ આદતો જાેવા મળે છે. આદતોની વાત આવે એટલે બધાના મનમાં સૌથી પહેલા આજના જમાનાની અતિ સામાન્ય આદતો એટલે પાન-માવા-સિગરેટ-ગુટકા દારૂ જ માઈન્ડમાં આવે જે લોકો સિગારેટ પીતા હોય છે તેમને જ્યારે સિગારેટ પીવાની ઈચ્છા થાય અને સિગરેટ પીતા હોય છે. તેમને જ્યારે સિગારેટ પીવાની ઈચ્છા થાય અને સીગરેટ ન પીવે અથવા પોતાની બ્રાન્ડ ન મળે ત્યારે તેઓ કહેતા હોય છે કે મજા નથી આવતી. કોઈકને કાંઈ સુઝતું નથી તો કોઈ બેેચેની અનુભવે છે. આ સિવાય ઘણા લોકોને બીજી આદતો હોય છે. જેમ કે કોઈને નખ ચાવવાની આદત, કોઈને માથું ખંજવાળવાની આદત, કોઈને શરીરના ભાગ જેવા કે, ખભો, હાથ અથવા બેઠા હોય ત્યારે પગ હલાવવાની આદત, કોઈને આંખો પટપટાવવાની, કોઈને નાક ચડાવવાની, કોઈને વારેઘડીએ કોઈ એક શબ્દ બોલવાની આદત, ઘણા લોકોને ફાઉન્ટન પેનની નીબ અથવા બોલપેનની રીફીલ સુંઘવાની આદત, લોકોમાં એટલી બધી આદતો જાેવા મળે છે કે જાે આદતો જ લખવા બેસીએ તો ત્રણ ચાર પાના તો ચોક્કસ ભરાઈ જાય.અત્યારે ફુલસ્કેપ સાઈઝનું અડધું પાનું તો આટલામાં જ ભરાઈ ગયું.આવી કોઈ આદતો જેમના પરિવારના કોઈ સભ્યમાં હોય તે પરિવારને ઘણી વાર હેરાન થાવું પડતું હોય છે. ઘણી વાર ઘરના સભ્યો સાથેના તથા સામાજીક સંબંધો પણ ખરાબ થાય છે. આવી મોટા ભાગની દરેક આદતોમાંથી છુટકારો મેળવવા અથવા તેને કંટ્રોલ કરવા માટેનો સરળ ઉપાય છે. કલીનીકલ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ જે ઈફેકટીવ છે પણ આ વાતની માહિતી, ઈન્ફર્મેશન ન હોવાને લીધે લોકો તેનો પુરતો ફાયદો નથી લઈ શકતા અને નાહક હેરાન પરેશાન થતા હોય છે.અપૂર્વભાઈ તેમના ફાધર આત્મારામભાઈ અને મધર સંતોષબેનને લઈને અમારા પરફેકટ હેલ્થકેર સેન્ટર પર આવ્યા ને પરિચય આપી કહ્યું અમે મારા ફાધર માટે આવ્યા છીએ. મારા ફાધરને આઠ દશ વર્ષથી વિચિત્ર ટેવ પડી છે. તે તેમનો એક હાથ મોઢું અને નાક ઢંકાય તેમ રાખે છે, કાંઈ બોલતા હોય ત્યારે હાથ રાખે તો લાગે કે બોલતી વખતે કોઈના પર થુંક ન ઉડે એટલે હાથ રાખે છે.જાેકે તેમનાં કેસમાં તો એવું પણ નથી. આખો દિવસ વિન્ડો પાસે કે ગેલેરીમાં ઉભા રહે છે, તેમાંય તડકામાં ઉભા રહેવાનું વધુ પસંદ કરે છે. તડકો હોય ત્યારે માત્ર હાફ પેન્ટ પહેરી તડકો જાય ત્યાં સુધી ઉભા રહે છે અને શરીરના દરેક ભાગને લીટરલી શેકે છે. વી.આર.એસ.લીધું છે એટલે આખો દીવસ ઘરમાં જ હોય છે. કોઈની ખબર કાઢવા, કોઈને મલવા કે કોઈ પ્રસંગે કયાંય જતા જ નથી.છેલ્લા લગભગ બાર તેર મહીનાથી તો ઘરમાં ચાલે ત્યારે કોઈપણ વસ્તુ કે ઘરના કોઈ મેમ્બર તેમને ટચ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખે છે.મારા મધર ચા નાસ્તો જમવાનું આપે તો થાળી તૈયાર કરી મુકી દેવાની તે લઈને થોડીક મીનીટોમાં તો કયારેક કલાક બે કલાક પછી બેડરૂમમાં જઈ વોલસાઈડ ફેસીંગ આપી દેવાનું.જમીને હાથ ધોવે ત્યારે મેકઝીમમ પાણી ઢોળે અને દશ બાર વાર હાથ ન ધોવે ત્યાં સુધી તેમને સંતોષ ન થાય.નહાવાના, બાથ લેવાના ચોર છે બહુ કહીએ ત્યારે પાંચ સાત દિવસે બાથ લે. જયારે બાથ લે ત્યારે ત્રણ ચાર વાર સાબુ લગાડે અને ઘસી ઘસીને બાથ લે.લો કયારેક બાર પંદર દિવસ સુધી બાથ નથી લેતા.અપૂર્વએ આગળ વધતાં કહ્યું છ મહીના પહેલાં મારા મેરેજ થયા છે.મારી વાઈફ પાણીનો ગ્લાસ આપવા જાય તો તે જમીન પર જ મુકવાનો અને ત્યારે મારા ફાધર ત્રણ ચાર ફુટ પાછળ દૂર જતા રહે,અને મારી વાઈફ જાય પછી જ આગળ આવીને ગ્લાસ લે. તેમની કોઈપણ વસતુને જાે ભુલમાં પણ ટચ થઈ જાય તો આવી બને.તેનેન કહેવાનું કહે, તેમનું કહેલું જાે તરત ન થયું તો પણ ઘર માથે લે છે.ફાધરને સમજાવ્યા દવા કરી પણ દવા બંધ થતાં પાછું એમ જ એવામાં તમારૂં બ્રોચર હાથ લાગતા તમારી પાસે આવ્યા છીએ. ડૉ. કૌશલે આત્મારામભાઈ સાથે વાત કરતા આત્મારામભાઈએ બધી વાત બરાબર કરી દરેક સવાલોના જવાબો આપ્યા છતાં તેઓ જે કંઈપણ કરે છે તે કેમ કરે છે તે તેમને ખબર નથી તેમ કહ્યું.કેમ કે ઉપરોકત પ્રોબ્લેમ જણાવ્યું કે કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ પડી આવા પ્રોબ્લેમો દૂર થઈ શકે છે.વીસ સીટીંગ લેવી પડશે કેમ કે મલ્ટીપલ પ્રોબ્લેમો છે પછી આ પદ્ધતિ અને સારવાર વિશે વિગતવાર માહિતી આપતા આત્મારામભાઈએ સીટીંગ લેવા તૈયાર થતા રૂટીન ફોર્માલીટી પૂરી કરી.ડૉ.કૌશલે આત્મારામભાઈની ટ્રીટમેન્ટ જેને સીટીંગ કહેવામાં આવે છે તે શરૂ કરી પહેલા બે દિવસ આત્મારામભાઈનું કોપરેશન થોડું ઓછું હતું છતાં તેમને સારૂં લાગતાં ત્રીજા દિવસથી બરાબર કોપરેટ કરવા લાગ્યા.હવે તેમનું શરીર અને મન શાંત થતાં સ્વસ્થ થતાં ચેન્જીસ આવવાના શરૂ થયા.પાંચ સીટીંગ્સ પૂરી થતાં આત્મારામભાઈ પોતાની મેળે ઘર બહાર નીકળવા લાગ્યા અને મોંઢા પર નાક પર હાથ રાખવાનું ઓછું થયું એટલે અપૂર્વ તેના મધર સંતોષબેન અને અપૂર્વની વાઈફ ગીતાને આનંદ થયો કે આ થેરાપીના પરિણામો મળવાના શરૂ થયા.હવે આત્મારામભાઈ સીટીંગ લેવા એકલા અને સમયસર આવતા.હવે તેમને બધા સાથે ઘરમાં અને બહાર વાત કરવી ગમવા લાગી. પહેલા કરતાં વધુ સારી રીતે રહેવા,કલીનીકલ હિપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ કરતાં ડૉ.કૌશલ પરનો તેમનો વિશ્વાસ વધી ગયો.ચૌદ સીટીંગ્સ પૂરી થતાં બધા સાથે બસી જમવા લાગ્યા..ગુસ્સો સાઈઠ ટકાથી વધુ ઓછો થયો.બારીમાં, ગેલેરીના તડકામાં આખો વખત ઉભા રહેવાનું બંધ થયું.સીટીંગ કન્ટીન્યુ લેતા રોજ નહાવાનું અને હાથ પણ એકવાર ધોઈ બાથરૂમમાંથી બહાર આવી જતા.ઘરના સભ્યોના સ્પર્શ, ટચથી દુર રહેનારા બધા સાથે હાથ મિલાવી વાતો કરવા લાગ્યા.આત્મારામભાઈ અને તેમની લાઈફ બદલી નાખી.હવે દરેક પ્રોબ્લેમો ગાયબ થઈ ગયા.ગુસ્સો પ્રેમમાં બદલાઈ ગયો.ઝગડા બંધ થઈ ગયા અનેનાના મોટા કામ પોતાની મેળે કરવા લાગ્યા એટલે તેમના વાઈફ સંતોષબેને તથા અપૂર્વે શુભેચ્છાઓ અને આશીર્વાદથી ડૉ.કૌશલ અને તેમની થેરાપીને નવાજયા. હીપ્નોથેરાપી કે હીપ્નોટીઝમ અંગે જાણકારી માટે સંપર્ક કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.