વિચારોના મહાસાગરમાંથી બહાર
ઘણાં માણસો જાણતાં કે અજાણતાં કયારેક તેમના જૂના દિવસો, ભુતકાળની યાદોમાં સરી પડે છે અને તે યાદોને યાદ કરી કયારેક આનંદિત થાય છે તો કયારેક ખૂબ જ દુઃખી,અમુક માણસો આ સારી કે ખરાબ અસરમાંથી તરત બહાર આવી જાય છે.જયારે કેટલાક માણસો એવા પણ હોય છે કે જેમને ગમ, વેદનાથી બહાર આવતાં ર-૪-૬ કે વધુ દિવસો પણ લાગી જાય છે.જેને હિસાબે તેમની આજ બગડે છે, કાલને પણ જાેઈએ તેવી સારી નથી બનાવી શકતા.જે દુઃખ, તકલીફની સરખામણીએ એ અનેકગણું સુખ મળ્યું હોવા છતાં તેને મહાણી નથી શકતા આવા માણસો પોતે તો સુખ ભોગવી નથી શકતા પણ પરિવારના સભ્યોનેય દુઃખી કરવામાં બાકી નથી રાખતા.
સપનાબેનના જીવનના લગભગ બધા સપના પૂરા થતા તેમ છતાં તે દુઃખી રહેતા,ઉદાસ રહેતા, નાનપણથી ઓવરઓલ હોંશિયાર હતા.નાના હતા ત્યારે કોઈના પણ લગ્નમાં જવાની વાત આવે એટલે કહેતા કે, હું બે લગન કરીશ અને આ વાત બધાને સામાન્ય લાગતી.કેમ કે તે જે માગે તે બે માગે પછી ચોકલેટ હોય, રમકડા હોય, કપડાં હોય કે અન્ય કાંઈ પણ, મોટા થયા, સમજણા થયા ત્યારે પોતાની ઉપરોકત વાતો પર હસતા. કુદરતી થયું પણ એવું જ કે તેમની બે લગ્નની વાત ઈચ્છા પૂરી થઈ.આપણે જાણ્યે અજાણ્યે જે વિચારીએ છે તે વાત યુનિવર્સ સુધી પહોંચે છે અને સતત વિચારોના પગલે તે આપણે મેળવીએ છીએ.જેને આકર્ષણનો સિદ્ધાંત લો ઓફ એટ્રેકશન
કહેવાય છે.
આપણે જાેઈએ છીએ કે અનેકના ર૮-૩૦ વર્ષ સુધી પહેલીવારના લગ્નનો મેળ નથી પડતો હોતો તેને બદલે ર૭ વર્ષના સપનાબેનના બીજીવારના લગ્ન થયા ને ય સાત મહિના થઈ ગયા.ઘર અને વર બંનેવ ખુબ જ સારા અને સમજુ મળ્યા જે સામાજીક અને આર્થિક રીતે સધ્ધર, છતાં સપનાબેન ગમે ત્યારે દુખી થઈ જાય, સુનમુન થઈ જાય, ઘરના વડીલો કે તેમના હસબન્ડ પ્રકાશભાઈ સાથે ય વાતચીત ન કરે.શરૂઆતમાં વડીલોને લાગ્યું કે નવું ઘર છે
મુંઝાતી હશે કદાચ પિયરની યાદ આવતી હશે તેમ સમજી બધા તેને ખુશ રાખવાના પ્રયત્નો કરતા જેમાં કયારેક સફળ થતા તો કયારેક અસફળ.આમ સમય વીતતો ગયો સપનાબેન તેમના પ્રકાશભાઈ સાથેના લગ્નની બીજી એનીવર્સરી માટે અતિ ઉત્સાહીત હતા અને ઘરના બધા પણ. કેમ કે સપનાને દિવસો રહ્યા છે તે પ્રેગનન્ટ છે એટલે ડબલ ખુશી હતી.પ્રકાશભાઈના ફાધર મધર આવનાર બાળ ગોપાળની કીકીયારીઓ સાંભળવા અધીરા થવા લાગ્યા. નારી રૂપનું યશસ્વી બિરૂદ ‘મા’ સપનાને મળવાનું છે તેનો અપાર આનંદ દેખાતો, દિવસો અને મહિનાઓ ગણતા સૌ સારા સમાચારની રાહ જાેતા બધું જ બરાબર હતું તેમ છતાં સપના ગમે ત્યારે સુનમુન થઈ જતી તો કયારેક વિચારોના મહાસાગરમાં જાણે ડુબી જતી તે ખુબ દુઃખી થતી ત્યારે તેના ચહેરાનું નુર જાણે ગાયબ થઈ જતું.
સપના પ્રેગનેન્ટ હતી એટલે ઘરના વધુ ચિંતીત થતા ફેમીલી ડૉકટરની સલાહ લીધી.તેમણે સપનાને એકઝામીન કરી,વાતચીત કરી, તેમના હસબન્ડને જણાવ્યું, કે સપનાને તમે કોઈ સાઈકીયાટ્રીસ્ટ અથવા
હીપ્નોથેરાપીસ્ટ પાસે લઈ જઈ સારવાર કરાવવી જોઈએ એટલે પ્રકાશભાઈએ તેમના ફેમીલી ડૉકટરને વાત કરી કે હું બી.કુમાર સર અને સ્ટુડન્ટ છું તેમની પાસે અને ડૉ.કૌશલભાઈ પાસેથી જ સેલ્ફ હિપ્નોટીઝમ શીખ્યો છુ.મને ખબર છે તેઓ ખુબ સારા થેરાપીસ્ટ છે.તમે કહો તો સપનાને તેમની પાસે લઈ જઈએ, ડૉકટર સાહેબે જવાબ આપતાં કહ્યું કે, હું તમને બી.કુમાર, ડૉ.કૌશલનો જ નંબર અને એડ્રેસ આપવાનો હતો. મારા ઘણા પેશન્ટો જેમાં બીજા અસફળ રહ્યા છે તે દરેકમાં તેમણે ગણત્રી કરવા અનેક ગણા સાચા રીઝલ્ટ આપ્યા છે.તમે બી. કુમાર અને ડૉ.કૌશલને ઓળખો જ છો તે સારી વાત છે તેઓ થોડા દિવસોમાં જ સપનાને નોર્મલ કરી દેશે. આજે જ તેમની સાથે વાત કરી એપોઈન્ટમેન્ટ લઈ લો.
એપોઈન્ટમેન્ટ પ્રમાણે પ્રકાશભાઈએ તેમના વાઈફ સપનાબેનને લઈ અમારે ત્યાં આવ્યા. તેમની વાઈફનો પરિચય કરાવ્યો.આજે ચાર વર્ષ પછી પ્રકાશભાઈને જાેતાં જ અમે તેમને ઓળખી ગયા કે તેઓ અમારા સ્ટુડન્ટ છે.આ વાતથી પ્રકાશભાઈને ખુબ આનંદ થયો.
તેમની સાથેની સામાન્ય વાતો પછી પ્રકાશભાઈએ સપનાબેનના પ્રોબ્લેમ વિશે જણાવ્યું. સપનાબેન સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, તેમની ગમગીની કે વિચારોમાં ડુબી જવું તે ખુબ
જુની સમસ્યા છે અને દરેક વખતે ચાર પાંચ દિવસ પછી જ નોર્મલ થતા પણ આજ સુધી આ અંગે કોઈ સારવાર નહોતી લીધી.
તેમના ફેમીલી ડૉકટર સાહેબે જણાવ્યું ત્યારે જ બધાને સ્ટ્રાઈક થઈ કે સારવાર દ્વારા સપનાબેનને તેમની આ સમસ્યાઓમાંથી બહાર લાવવા માટે
હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ એક રામબાણ ઈલાજ છે. પ્રકાશભાઈ તો અમારા સ્ટુડન્ટ હતા
એટલે હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ વિશે જાણતા હતા અને થોડું સપનાબેને પણ જણાવ્યું હતું. બાકીનું બધું અમે સમજાવી ોદીધું અને સપનાબેનની સારવાર શરૂ કરવામાં આવી.
સપનાબેનને આ સારવારમાં રસ પડવા લાગ્યો. કેમ કે કોઈ દવા ઈંજેકશનો લેવાના નહીં કે ખાવા પીવામાં કોઈ મેન્ટ હીસ્ટ્રીકશન નહીં રોજ શરીર અને મન હળવું થવા લાગ્યું.પહેલા કરતાં વધુ ફ્રેશનેસને લીધે દરેક કામમાં રસ પડવા લાગ્યો.સ્ટ્રેસ ધીરે ધીરે
ઓછો થવા લાગ્યો અને તેમને કોન્ફીડન્સ પણ વધવા લાગ્યો.થોડી સીટીંગ્સમાં જ મનની અગાધ શક્તિઓનો અનુભવ થવા લાગ્યો.
નિયમિત લેવાતી સીટીંગ્સને લીધે અચાનક ગમગીન થવું કે વિચારોના મહાસાગરમાં ડુબી જવાનું હવે નહીંવત થઈ ગયું અને માત્ર મીનીટોમાં જ નોર્મલ થવા લાગ્યા એટલે પરિવારના તમામ સભ્યોનો પણ હીપ્નોથેરાપી પરનો વિશ્વાસ વધવા લાગ્યો.
એક મહિના કરતાં પણ ઓછા દિવસોમાં સપનાબેન તેમની અનેક વર્ષો જુની સમસ્યાઓમાંથી સંપુર્ણપણે મુકત થઈ જતાં તેમને તો જાણે કોઈ ચમત્કાર થઈ ગયો હોય તેવું લાગ્યું.બધા સાથેના તેમના સંબંધો વધુ સારા થઈ ગયા.ચોવીસે કલાક હવે આનંદીત રહેતા.
ઘરના બધાની સાથે હવે પોતાનું પણ પુરતું ધ્યાન રાખતા જેવી પ્રેગનન્સી દરમ્યાન કોઈ તકલીફ ન પડે અને સ્વસ્થ બાળકને જન્મ આપી શકે.
ન માની શકાય તેવા સુંદર પરિવર્તનો સપનાબેનમાં લાવવા બદલ તેની સુંદર સારવાર કરવા બદલ ડૉ.કૌશલ અને ડૉ.જલપાનો આભાર માનતા થાકતા ન હતા. આવી છે આઅદ્ભુત સારવાર ૦પદ્ધતિ જે દરેક જાતના માનસિક અને શારીરીક પ્રોબ્લેમો દુર કરવામાં સર્વોત્તમ સાબીત થઈ શકે છે.